કેમ અમિતાભ બચ્ચનનો થઈ રહ્યો છે વિરોધ, આ છે કારણ

મુંબઈ | Sep 18, 2019, 16:43 IST

સદીના મહાનાયક, બોલીવુડના શહેનશાહ લોકોના નિશાના પર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં અમિતાભ બચ્ચનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

સદીના મહાનાયક, બોલીવુડના શહેનશાહ લોકોના નિશાના પર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં અમિતાભ બચ્ચનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હકીકતમાં અમિતાભ બચ્ચનના એક ટ્વિટને કારણે લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને કેટલાક દિવસ પહેલા ટ્વિટ કરીને મુંબઈ મેટ્રોનું સમર્થન કર્યું હતું. જે બાદ લોકો તેમના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ મુંબઈ મેટ્રોને સમર્થન કરવાના અમિતાભ બચ્ચનના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચનના ઘર જલસાની બહાર પણ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

અમિતાભ બચ્ચને કેટલાક દિવસ પહેલા મુંબઈ મેટ્રોને પ્રદૂષણ રહિત ગણાવતા તેનું સમર્થન કર્યું હતું. જે બાદ મુંબઈ મેટ્રોએ તેમનો આભાર માન્યો હતો. જો કે હાલ મુંબઈમાં કાર શેડ બનાવવા માટે આરે કોલોનીમાંથી ઝાડ કાપવાને કારણે મુંબી મેટ્રોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમિતાભ બચ્ચને મુંબઈ મેટ્રોનો સપોર્ટ કર્યો છે, તે લોકોને નથી ગમ્યું. અમિતાભ બચ્ચનને કહ્યું હતું કે તેમના મિત્રએ ઈમરજન્સીમાં મેટ્રોનો સહારો લીધો હતો, સાથે જ તેમણે ઝાડ વાવવાની પણ અપીલ કરી હતી.

હવે લોકોએ અમિતાભ બચ્ચનનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. લોકોનું કહેવું છે કે એક તરફ તમે ઝાડ વાવવા કહી રહ્યા છો, બીજી તરફ મુંબઈ મેટ્રો જે ઝાડ કાપે છે, તેનો સાથ આપો છો. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે ભલે મેટ્રોના કારણે ટાઈમ બચે, પરંતુ તેના કારણે ઝાડ ઘટી રહ્યા છે. લોકો અમિતાભ બચ્ચનના વિરોધમાં આવા ટ્વિટ કરી રહ્યા છે.

તો MNSના નેતા અખિલ છિત્રેએ તેનો વિરોધ કરીને કહ્યું છે,'2010માં અમિતાભ બચ્ચન મેટ્રોનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે તેનાથી તેમની પ્રાઈવસી પર અસર પડતી હતી. હવે તે એનું સમર્થન કરી રહ્યા છે.' ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસથી મુંબઈમાં મેટ્રો યાર્ડના નિર્માણ માટે આરેમાં 2700થી વધુ ઝાડ કાપવાનો વિરોધ થઈ રહ્યો છે.

આ વિરોધ પ્રદર્શનમાં શ્રદ્ધા કપૂર પણ સામેલ થઈ હતી. તેમણે BMCના ઝાડ કાપવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર તેના વિરોધમાં પોસ્ટ પણ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK