ઘરે જવા માટે લોકોએ સોશ્યલ મીડિયા પર મદદ માગી સોનુ સૂદ પાસે

Published: May 19, 2020, 21:12 IST | Agencies | Mumbai Desk

સોનુ સૂદ સર હું સ્ટુડન્ટ છું અને થાણેમાં ફસાઈ ગયો છું. કોઈ મારી મદદ નથી કરી રહ્યું. મારી મમ્મી ખૂબ બીમાર છે અને તે મારી ચિંતા કરી રહી છે.

સોનુ સૂદ
સોનુ સૂદ

સોનુ સૂદ પાસે લોકોએ સોશ્યલ મીડિયામાં પોતાના ઘરે જવા માટે મદદ માગી હતી. હાલમાં સોનુ સૂદ જે પણ લોકો પોતાના વતન જવા ઇચ્છુક છે તેમના માટે બસની વ્યવસ્થા કરી રહ્યો છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘સોનુ સૂદ સર હું સ્ટુડન્ટ છું અને થાણેમાં ફસાઈ ગયો છું. કોઈ મારી મદદ નથી કરી રહ્યું. મારી મમ્મી ખૂબ બીમાર છે અને તે મારી ચિંતા કરી રહી છે. મને ઉત્તર પ્રદેશના ગોરખપુર જવું છે. તમે મારી છેલ્લી આસ છો. પ્લીઝ મારી મદદ કરો પ્લીઝ...’

એ વિદ્યાર્થીને તરત રિપ્લાય આપતાં સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘તારી મમ્મીને કહેજે કે હવે તું જલદી જ તેને મળવાનો છે.’
બીજી તરફ 20 લોકો એવા પણ હતા જેમને બિહાર જવું હતું, પરંતુ તેઓ નાલાસોપારામાં અટવાઈ ગયા હતા. તેમાંની એક વ્યક્તિએ કહ્યું હતું કે તેની મા તેના માટે ખૂબ રડી રહી છે.
એનો જવાબ આપતાં સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘તારી મમ્મીને કહેજે કે તે હવે વધુ ન રડે... તું જલદી જ તેને ભેટીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK