Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પત્ની અને વો વચ્ચે ફસાયાં ચિંટૂ ત્યાગી, કાર્તિકે કર્યું પોસ્ટર શૅર

પત્ની અને વો વચ્ચે ફસાયાં ચિંટૂ ત્યાગી, કાર્તિકે કર્યું પોસ્ટર શૅર

16 October, 2019 03:58 PM IST | મુંબઈ ડેસ્ક

પત્ની અને વો વચ્ચે ફસાયાં ચિંટૂ ત્યાગી, કાર્તિકે કર્યું પોસ્ટર શૅર

પતિ પત્ની ઔર વો

પતિ પત્ની ઔર વો


સોનૂ કે ટીટૂ કી સ્વીટી એક્ટર કાર્તિક આર્યને ખૂબ જ ઓછી ફિલ્મો કરી હોવા છતાં લાખો લોકોને પોતાના દીવાના બનાવી ચૂક્યો છે. દરેક ફિલ્મમાં સ્ટડની ભૂમિકામાં જોવા મળતો કાર્તિક આર્યન હવે ટૂંક સમયમાં જ એક આદર્શવાદી પુરુષ ચિંટૂ ત્યાગીના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મના કેટલાક પોસ્ટર સામે આવી ચૂક્યા છે જેમાં ફિલ્મ પતિ પત્ની ઔર વોની આખી લીડ કાસ્ટ જોવા મળે છે.




પ્યાર કા પંચનામા ફેમ એક્ટર કાર્તિક આર્યને તાજેતરમાં જ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોતાની ફિલ્મ પતિ પત્ની ઔર વોના પોસ્ટર શૅર કર્યા છે. આ પોસ્ટર સાથે કાર્તિકે લખ્યું છે કે, "ચિંટૂ ત્યાગી હંમેશાં રાઇટ હોય છે પછી તે લેફ્ટમાં કેમ ન ઊભા હોય." શૅર કરેલા આ પોસ્ટરમાં કાર્તિક આર્યન સાથે અનન્યા પાંડે અને ભૂમિ પેડણેકર પર જોવા મળી રહી છે. પોસ્ટરમાં કાર્તિક આર્યન પત્ની ભૂમિ સાથે ઊભેલો છે અને બીજા પોસ્ટરમાં કાર્તિક વો બની અનન્યા સાથે ઊભેલો છે.


જણાવીએ કે આ ફિલ્મ વર્ષ 1978માં આવેલી બી આર ચોપરાની ફિલ્મ પતિ પત્ની ઔર વોની રિમેક બનશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન એક આદર્શવાદી પતિ ચિંટૂ ત્યાગીનું પાત્ર ભજવી રહ્યો છે. જેની હાઇ મેઇટેનન્સ પત્નીનું પાત્ર વેદિકા એટલે કે ભૂમિ પેડણેકર કરશે. અનન્યા પાંડે આ ફિલ્મમાં ત્રીજી મહિલાના પાત્રમાં જોવા મળશે જે બન્નેની વચ્ચે આવી જાય છે. આ પોસ્ટર પહેલા પણ કાર્તિક આર્યને ફિલ્મના દરેક પાત્રનો પોસ્ટર દ્વારા પરિચય કરાવ્યો હતો.

આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

ફિલ્મને મુદસ્સર અજીઝે નિર્દેશિત કરી છે. આ ફિલ્મને 6 ડિસેમ્બરના રિલીઝ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ આવવાનું છે. કાર્તિક આર્યનને આમ આદર્શવાદી પતિના રૂપમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉતાવળા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 03:58 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK