Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'અખિયો સે ગોલી મારે'ના રિમેકમાં દેખાશે ભૂમિ, અનન્યા અને કાર્તિક આર્યન

'અખિયો સે ગોલી મારે'ના રિમેકમાં દેખાશે ભૂમિ, અનન્યા અને કાર્તિક આર્યન

29 October, 2019 01:43 PM IST | મુંબઈ ડેસ્ક

'અખિયો સે ગોલી મારે'ના રિમેકમાં દેખાશે ભૂમિ, અનન્યા અને કાર્તિક આર્યન

'અખિયો સે ગોલી મારે'ના રિમેકમાં દેખાશે ભૂમિ, અનન્યા અને કાર્તિક આર્યન


કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કાર્તિક આર્યનની અપોઝિટ ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે જોવા મળશે. ભૂમિ પેડણેકર, કાર્તિક આર્યનની પત્નીના પાત્રમાં જોવા મળશે તો અનન્યા પાંડે, 'વો' બનશે. આ ફિલ્મ સાથે જોડાયેલી હવે એક નવી ચર્ચા એ સામે આવી રહી છે. ચર્ચા એ છે કે ફિલ્મમાં ગોવિંદા અને રવીના ટંડનના સુપરહિટ સૉન્ગ 'અખિયો સે ગોલી મારે'ને રીક્રિએટ કરવામાં આવશે.




એટલે કે ફિલ્મમાં કાર્તિક, ભૂમિ અને અનન્યા 'અખિયો સે ગોલી મારે'માં જોવા મળશે. આ ગીત વર્ષ 1998માં રિલીધ થયેલી ગોવિંદા અને રવીનાની ફિલ્મ 'દુલ્હે રાજા'નું સુપરહિટ સૉન્ગનું રીમેક હશે. આ ગીતને કોરિયોગ્રાફ કરશે જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન. ફરાહ ખાનની ફિલ્મનો ભાગ બનવાને લઈને ડાયરેક્ટર મુદસ્સર અજીજ ખૂબ જ એક્સાઇટેડ છે. આ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ફરાહ ખાન આ ગીતને કોરિયોગ્રાફ કરશે. તેમની ફિલ્મનો ભાગ બનવા માટે હું ખૂબ જ ખુશ છું કારણ કે તેમણે મારી અસિસ્ટન્ટ ડાયરેક્ટરથી લઈને લેખક અને હવે નિર્દેશક બનવા સુધીની સફરને ખૂબ જ નજીકથી જોઈ છે.


આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

જણાવીએ કે આ ફિલ્મ વર્ષ 1978માં આઈ બી આર ચોપડાની ફિલ્મ 'પતિ પત્ની ઓર વો'ની રિમેક છે. ફિલ્મમાં સંજીવ કુમાર સહિત વિદ્યા સિન્હા અને રંજીતા લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મના કેટલાક પોસ્ટર્સ પણ રિલીધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલી વાર છે જ્યારે કાર્તિક, ભૂમિ અને અનન્યા કોઇક ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મમાં કાર્તિકનું નામ હશે ચિંટૂ ત્યાગી, ભૂમિનું નામ હશે વેદિકા અને અનન્યા પાંડેનું નામ હશે તપસ્યા. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરના રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2019 01:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK