કાર્તિક આર્યનના કરિઅરની મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની પતિ, પત્ની ઔર વો

Published: Dec 07, 2019, 19:15 IST | Mumbai Desk

ફિલ્મ ગઈ કાલે એટલે કે 6 ડિસેમ્બરના રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે દર્શકોએ વધાવી લીધી છે.

કાર્તિક આર્યન પોતાના ચાહકો માટે વર્ષના અંતમાં એક નવી ભેટ પતિ, પત્ની ઔર વો લઈને આવ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે પણ જોવા મળે છે. ફિલ્મ ગઈ કાલે એટલે કે 6 ડિસેમ્બરના રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે દર્શકોએ વધાવી લીધી છે.

મુદસ્સિર અજીઝ દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીનું પાત્ર ભજવે છે. ચિંટૂ ત્યાગીની પત્ની અને વો વચ્ચે મુંઝાયેલા જીવનને જોવા માટે કેટલાય દર્શકો પહેલા દિવસે જ સિનેમાઘરોમાં પહોંચી ગયા હતા. જેની અસર બૉક્સ ઑફિસ પરના કલેક્શનમાં સ્પષ્ટ જોવા મળે છે. ફિલ્મે પહેલા જ દિવસે 8.7થી 9 કરોડ રૂપિયા જેવી સારી કમાણી કરી લીધી છે. 9 કરોડ રૂપિયાની કમાણીની સાથે સાથે ફિલ્મ પતિ પત્ની ઔર વો લીડ એક્ટર કાર્તિક આર્યનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ બની ચૂકી છે.

જણાવીએ કે ફિલ્મના કલેક્શમ સિવાય ફિલ્મના મુખ્ય પાત્રોના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. કાર્તિક આર્યને કાનપુરના ચિંટૂ ત્યાગીની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે તો પોતાના બોલીવુડ કરિઅરની બીજી ફિલ્મમાં જ અનન્યા પાંડેની એક્ટિંગ પહેલા કરતાં ઘણી સારી થઈ ગઈ છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મમાં તમને ચિંટૂ ત્યાગી દેખાશે જે કાનપુરનો રહેનારો સરકારી કર્મચારી છે. આજ્ઞાકારી ચિંટૂના લગ્ન વેદિકા એટલે કે ભૂમિ પેડણેકર સાથે થાય છે. લગ્નના થોડાંક દિવસ પછી ચિંટૂનું જીવન ફીકું લાગવા માંડે છે ત્યારે જ તેના જીવનમાં તપસ્યા નામની એક એમ્પ્લૉઇની એન્ટ્રી થાય છે જેના આવવાથી ચિંટૂના જીવનમાં ફરી થોડાંક રંગ ભરાઈ જાય છે. ચિંટૂ ધીમે ધીમે તપસ્યા ઉર્ફે અનન્યા પાંડેને પ્રેમ કરવા લાગે છે આ રીતે તે પત્ની અને વોની વચ્ચે ફસાઈ જાય છે. હવે ચિંટૂ ત્યાગી કેવી રીતે બે નાવમાં સવાર થઈને ઉકેલ શોધશે આ વાતની તો તમને ફિલ્મ જોઇને જ ખબર પડશે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

40 કરોડના બજેટમાં બનેલી ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન જોઅને અંદાજો લગાડી શકાય છે કે વીકએન્ડના બૉક્સ ઑફિસ કલેક્શનમાં ઉછાળો આવવાનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK