કાર્તિક આર્યને કર્યું ટિક-ટૉક પર 'ધીમે-ધીમે' ડેબ્યૂ, વાયરલ થયો વીડિયો

Published: Dec 06, 2019, 17:26 IST | Mumbai

કાર્તિક આર્યને ટિક-ટૉક પર 'ધીમે-ધીમે' ડેબ્યૂ કરીને એનો વીડિયો શૅર કર્યો છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન

ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો' 6 ડિસેમ્બરે એટલે આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે અભિનેતા કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે દેશભરનો પ્રવાસ કરી રહ્યા છે. એની વચ્ચેની કેમિસ્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચી લીધું છે. સાથે જ કાર્તિક આર્યનની લોકપ્રિયતા દેશભરમાં વધી રહી છે. હાલમાં જ એક પ્રોગ્રામમાં કાર્તિક આર્યનને લોકો એક રૉકસ્ટારની જેમ હવામાં ઉચકતા નજર આવ્યા.

 
 
 
View this post on Instagram

#PatiPatniAurWoh Rises ❤️🤟🏻 #ChintuTyagi #Tomorrow #6thDecember

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onDec 4, 2019 at 11:50pm PST

અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મો બૉક્સ ઑફિસ પર સતત સારો વ્યાપાર કરી રહી છે. એના ચાલતા એની ફિલ્મોએ બુલ્સ ઑય પર નિશાનો લગાવવામાં સફળતા મેળવી રહી છે અને બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.

એટલું જ નહીં વધતી લોકપ્રિયતા અને એના પ્રસિદ્ધ મોનોલૉગ્સના કારણે જ કાર્તિક બૉલીવુડમાં વધારે લોકપ્રિય કલાકાર બન્યા છે. કાર્તિક આર્યનના સોશિયલ મીડિયા પર એક મોટી ફૅન ફૉલોઈંગ પણ છે. કાર્તિકે પોતાના ફૅન્સનો વીડિયો શૅર કર્યો છે. એમાં એના ફૅન્સે એને કાંધા પર ઉચક્યો છે. કાર્તિકની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'ના પ્રમોશન માટે આવ્યા હતા. એ સિવાય એમણે ટિક-ટૉક પર પણ ડેબ્યૂ કરીને એનો વીડિયો શૅર કર્યો છે.

વીડિયોનો કેપ્શન આપતા લખ્યું, ‘#PatiPatniAurWoh નો ઉછાળો. કાલે ચિન્ટૂ ત્યાગી તમને 6 ડિસેમ્બરે મળવા આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મની રિલીઝથી એક દિવસ પહેલા ઘણી ઉત્સાહ સાથે પોતાની ફિલ્મનો પ્રચાર કરી રહી છે. મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી 'પતિ, પત્ની ઔર વો' બૉક્સ ઑફિસ પર અર્જુન કપૂર અને ક્રિતી સેનનની પીરિયડ ડ્રામા 'પાનીપત' સાથે ટક્કર આપશે.

આ પણ જુઓ : બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

અર્જુન કપૂરની ફિલ્મ પાનીપતની ત્રીજી લડાઈ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકરે કર્યું છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરે પેશવા સદાશિવ રાવ ભાઉની ભૂમિકા ભજવી છે. જ્યાં ફિલ્મમાં અહમદ શાહ અબ્દાલીની ભૂમિકા સંજય દત્તે ભજવ્યું છે. આ ફિલ્મને લઈને પણ બધા ઘણા ઉત્સાહિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK