પાર્થિવ ગોહિલે લૉન્ચ કર્યું 'આત્મનિર્ભર ભારત' સૉન્ગ, જુઓ વીડિયો

Updated: Jun 02, 2020, 13:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આત્મવિશ્વાસને વધુ મજબુત બનાવવાના હેતુથી પાર્થિવ ગોહિલના અવાજમાં "આત્મનિર્ભર ભારત ગીત" લોન્ચ થયું.

'આત્મનિર્ભર ભારત'
'આત્મનિર્ભર ભારત'

ભારત આજે દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ સાથે "આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વથી વિમુખ ભારત નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ભારત જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું પ્રદાન આપતું આવ્યું છે અને આવનાર સમયમાં પણ આપશે. આ વાત ને વધુ મજબૂતીથી મુકવાના હેતુથી ગુજરાતના અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓબી ઇવેન્ટના સ્થાપક શ્રી પ્રશાંત ગજ્જર અને પાર્થિવ ગોહિલએ ભેગા થઇને એક અનોખું ગીત "આત્મનિર્ભર ભારત" લોન્ચ કર્યું. જેના શબ્દો લખ્યા છે ડો. શૈલેશ રાવલે અને સંગીત આપ્યું છે "ભાર્ગવ ચાંગેલા" એ સાથે જ "મેહુલભાઈ પટેલ"એ વીડિયો ડાયરેકશન કર્યું છે.

aatma-nirbhar-01

આ ગીત માટે વિશેષમાં મોરબીના સાંસદ શ્રી મોહન ભાઈ કુંડારીયા જીલ્લા કલેકટર શ્રી જે બી પટેલ,મોરબી જીલ્લા એસપી ડો કરણરાજ વાઘેલા અને ગુજરાત અનેક કલાકારો એ શુભકામનાઓ સાથે રાજીપો વ્યક્ત કરેલ છે.

  • aatma-nirbhar-02

મૂળ ગુજરાતના વતની અને બોલીવુડના પ્રખ્યાત ગાયક કલાકાર પાર્થિવ ગોહિલનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને દેશ માટેની લાગણી જગ જાહેર છે. એમને અનેક વાર જાહેર મંચ પર દેશ માટેના ગરવી ગુજરાત માટેના ગીતો પ્રસ્તુત કરીને લોકોના હૃદય જીતી લીધા છે.

લૉકડાઉન દરમ્યાન સોશિયલ ડિસ્ટનસિંગ અને વર્ક ફ્રોમ હોમના નિયમને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ગીતની રચના કરવામાં આવી છે, જેમાં પાર્થિવ ગોહિલએ એમના મુંબઈ સ્થિત ઘેરથી જ વીડિયો ઉતારીને અને રેકોર્ડ કરીને ત્યાર .વીડિયો ડાયરેકશન પણ ઘેરથી જ કરવામાં આવ્યું. આ ગીત હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઓબી ઇવેન્ટ મોરબી ની ઓફિસિયલ ચેનલ પર આ ગીત નિહાળી શકશે.

વધુમાં ઓબી ઇવેન્ટ મૂળ મોરબીથી સંચાલિત છે જે વર્ષોથી સામજિક જાહેર ક્ષેત્રે ખુબ બધી સેવાકીય પ્રવતિઓ કરતા આવ્યા છે આ લોકડાઉન ના સમય દરમ્યાન તેઓ એ અનેક સ્થાનિક કલાકારો ને પોતાની કળા લોકો સુધી પોચાડવા ના હેતુ થી અને લોક સાંસ્કુતિ લોકો સુધી પહોંચાડવાના હેતુથી ઘણા બધા લાઈવ સેશન કરેલ હતા ત્યાર બાદ જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીથી પ્રેરાઈને સામાજિક સેવાના ભાગ રૂપે આ ગીતની રચના કરવાની પહેલ કરી છે. ઓબી ઇવેન્ટ પાછલા 7 વર્ષથી સફળતા પૂર્વક સામજિક ક્ષેત્રે સક્રિય છે, જેમના સ્થાપક પ્રશાંત ભાઈ ગજ્જર છે, જે જણાવે છે કે હાલ આ ગીત ગુજરાતી ભાષામાં સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતી મિત્રો માટે બનાવ્યું છે. આવનાર સમયમાં આવા અવનવા ગીતો અન્ય ભાષામાં બોલીવુડના દિગ્ગજ કલાકારો સાથે દેશ પ્રેમના જ વિષય પર બનવાની પહેલ કરવા જઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK