પાર્થ ભરત ઠક્કરનું મીરા ને માધવનો રાસ ગીત થયું રિલીઝ

Updated: 17th October, 2020 18:46 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ વર્ષે પણ પાર્થના ગીતની જોઇ રહ્યા હતા ત્યારે હવે ચાહકોનો ઇંતેજાર હવે પૂરો થયો અને પાર્થે પોતાનું ગીત રિલીઝ કરી દીધું છે.

પાર્થ ભરત ઠક્કરનું મીરા ને માધવનો રાસ ગીત થયું રિલીઝ
પાર્થ ભરત ઠક્કરનું મીરા ને માધવનો રાસ ગીત થયું રિલીઝ

મીરા અને માધવનો રાસ (Meera ne Madhavno Raas) શું ક્યારેય શક્ય છે? પણ જે શક્ય નથી તેને શક્ય બનાવવાનું કામ જ તો કલાકારનું હોય છે અને એટલે જ કહેવાય છેને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.

લોકપ્રિય ગુજરાતી ગાયક પાર્થ પોતાના ગીતોથી સતત પોતાના ચાહકોના મનમાં પોતાની એક આગવી છાપ મૂકે છે. પાર્થના ચાહકો દરવર્ષે નવરાત્રિમાં પાર્થના ગીતની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. તે જ રીતે આ વર્ષે પણ પાર્થના ગીતની જોઇ રહ્યા હતા ત્યારે હવે ચાહકોનો ઇંતેજાર હવે પૂરો થયો અને પાર્થે પોતાનું ગીત રિલીઝ કરી દીધું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્થ પોતાના નવરાત્રી સ્પેશિયલ ગીત સાથે પોતાના ચાહકો સામે હાજર છે. આ ગીત એટલે 'મીરા અને માધવનો રાસ'. આ ગીત 17 ઑક્ટોબર 2020ના રોજ એટલે કે પહેલા નોરતે સાંજે સવા છ વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે.

અહીં જુઓ ગીતનો વીડિયો

જણાવવાનું કે ગીતનું ટીઝર ગઈ કાલે એટલે કે 16 તારીખે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતના ટીઝરને પણ દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ ગીત રિલીઝ થઈ ગયું છે ત્યારે માણો મીરાની કૃષ્ણભક્તિ અને રાધાનો શ્યામ પ્રત્યેનો પ્રેમ.

 
 
 
View this post on Instagram

Here’s the teaser of #MeeraNeMadhavNoRaas! Full song releasing tomorrow only on Parth Bharat Thakkar’s Youtube Channel. #મીરાનેમાધવનોરાસ #Navratri #MeeraBai #RadhaKrishna #Raas #2020 #ParthBharatThakkar #NirenBhatt @parthmusic @nirenbhatt @anshultrivedi_official @vyomanandi @tamannat_ @samirandarshtanna @jahnvishrimankar @adityagadhviofficial @thekushalnaik @tribhuvanbabu @prateek.videowala @umangvyasofficial @brave_of_f_light @mortantra @stylewithniki @tanaygajjarofficial @jigargoswami_ @guj.nkentertainment @cocoon_designs @pugastudio @label.jagruti @_hair.by.freya_ @jayati.mj_trainedmua_lpc @manthan_mehta_photography_ @seasonxv @arrifanevan @keval_kun @sneha_patel51 @manojso24 @ajaybalavantpadariya @i_maharshi @dhruvpandit93 @rohan_prajapati9 @hb_solanki @pra_shant18 @sanghviriddhi @punit.j.g @viraj_raval @parth_gupta

A post shared by Parth Bharat Thakkar (@parthmusic) onOct 16, 2020 at 4:32am PDT

આ ગીત પાર્થે પોતે કમ્પોઝ અને પ્રેઝેન્ટ કર્યું છે. લિરિક્સ નિરેન ભટ્ટના છે જ્યારે ગાયક આદિત્ય ગઢવી અને જાહ્નવી શ્રીમન્કર છે તો ઍક્ટર્સ વ્યોમા નંદી, અંશુલ ત્રિવેદી અને તમન્ના તન્ના છે. આ ગીત માટે કોરિયોગ્રાફી કરી છે સામિર- અર્શ તન્નાએ. જ્યારે કુશલ નાઇકે ડિરેક્ટ કર્યું છે. ટૂંક સમયમાં જ આ ગીત પાર્થની પોતાની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ થવાનું છે.

First Published: 17th October, 2020 18:14 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK