'ધ સ્કૅમ'માં પ્રતીક ગાંધી બનશે હર્ષદ મહેતા

Updated: Jan 22, 2020, 15:25 IST | પાર્થ દવે | અમદાવાદ

હંસલ મહેતાની ૧૯૯૨ના શૅરબજાર-કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતા પરની વેબ-સિરીઝ ‘ધ સ્કૅમ’નું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે

પ્રતીક ગાંધી
પ્રતીક ગાંધી

‘શાહિદ’ અને ‘ઓમર્ટા’ના નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર હંસલ મહેતા ભારતીય ઇતિહાસના સૌથી મોટા સિક્યૉરિટી સ્કૅમ કરનારા હર્ષદ મહેતા પર આધારિત વેબ-સિરીઝ ‘ધ સ્કૅમ’ બનાવી રહ્યા છે.

સુચેતા દલાલ અને દેબાશિષ બસુએ લખેલા ‘ધ સ્કૅમઃ હૂ વન? હૂ લૉસ્ટ? હૂ ગૉટ અવે?’ પુસ્તક પર આધારિત આ વેબ-સિરીઝમાં ૧૯૯૨માં હર્ષદ મહેતા દ્વારા થયેલા બૉમ્બે સ્ટોક એક્સચેન્જમાં સિક્યૉરિટી ફ્રૉડ તથા શૅરમાર્કેટમાં મચેલી ઊથલપાથલ દર્શાવવામાં આવશે. હંસલ મહેતા અગાઉ આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ એ શક્ય ન બન્યું. હર્ષદ મહેતાના પાત્ર માટે પણ બહુ બધી શોધખોળ બાદ અંતે ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધીની પસંદગી થઈ છે.

આ પણ વાંચો : દિવાળી સેલિબ્રેશન દરમ્યાન નિઆ શર્માના ડ્રેસમાં લાગી આગ

ગુજરાતી-રંગભૂમિ તથા ગુજરાતી (લવની ભવાઈ, વેન્ટિલેટર) અને હિન્દી (લવયાત્રી, મિત્રોં) સહિતની ફિલ્મો કરી ચૂકેલા પ્રતીક છેલ્લે ‘ગાંધી ધૂન કી’ ફિલ્મમાં દેખાયો હતો. લીડ રોલ તરીકે તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ભવાઈ’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હૉટસ્ટાર પર આવેલી ‘હૉસ્ટેજીસ’ વેબ-સિરીઝ બનાવી ચૂકેલું એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ ‘ધ સ્કૅમ’નું નિર્માણ કરી રહ્યું છે. પ્રતીકની આ પહેલી હિન્દી વેબ-સિરીઝનું શૂટિંગ હાલ મુંબઈમાં ચાલી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK