Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ મમી’ના સ્ટાર બ્રેન્ડન ફ્રેઝરની ફિલ્મમાં અભય દેઓલ અને રોનિત રૉય

‘ધ મમી’ના સ્ટાર બ્રેન્ડન ફ્રેઝરની ફિલ્મમાં અભય દેઓલ અને રોનિત રૉય

01 November, 2019 11:31 AM IST | અમદાવાદ
પાર્થ દવે

‘ધ મમી’ના સ્ટાર બ્રેન્ડન ફ્રેઝરની ફિલ્મમાં અભય દેઓલ અને રોનિત રૉય

અભય દેઓલ અને રોનિત રૉય

અભય દેઓલ અને રોનિત રૉય


‘ધ મમી’ ટ્રિલજી, ‘જ્યૉર્જ ઑફ ધ જંગલ’ સહિતની હૉલીવુડ ફિલ્મો તથા ‘ધ અફેર’ જેવી સિરીઝમાં દેખાયેલો અમેરિકન-કૅનેડિયન અભિનેતા બ્રેન્ડન ફ્રેઝર ભારતીય કલાકારો સાથેની થ્રિલર ફિલ્મ ‘લાઇન ઑફ ડીસન્ટ’માં દેખાશે.

રોહિત કર્ણ બત્રાની પહેલી ફિલ્મ ‘લાઇન ઑફ ડીસન્ટ’માં અભય દેઓલ અને રોનિત રૉય ઉપરાંત નીરજ કાબી, પ્રેમ ચોપડા અને વિનીત કુમાર સિંહ સહિતના દમદાર કલાકારોનો કાફલો છે. રોહિત કર્ણ બત્રા તથા જે. લુથને પ્રોડ્યુસર કરેલી આ ફિલ્મ ન્યુ યૉર્ક સિટીના સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે પ્રદર્શિત થઈ ચૂકી છે અને ત્યાં લોકોએ એની નોંધ લીધી છે. દિલ્હીની પૃષ્ઠભૂ પર આકાર લેતી ને ડિસફંક્શન માફિયા-ફૅમિલીને રજૂ કરતી ‘લાઇન ઑફ ડીસન્ટ’ ભારતનાં થિયેટરોમાં રિલીઝ થવાના બદલે હવે સીધી સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર રિલીઝ થશે.



આ પણ વાંચો : ‘પાગલપંતી’માં શ્રીદેવીના સૉન્ગને રીક્રીએટ કરશે ઉર્વશી રાઉતેલા અને જૉન


પ્રોડ્યુસર લુથનનો આ બીજો ઇન્ડિયન પ્રોજેક્ટ છે, આ પહેલાં ૨૦૧૩માં તેમણે ‘ધ લવર્સ’ નામની હૉલીવુડ ફિલ્મ બનાવી હતી જેમાં પણ અભય દેઓલ અભિનેતા તરીકે હતો. ડિરેક્ટર બત્રાએ કહ્યું હતું કે આ ફિલ્મ અમેરિકાના બૅકડ્રૉપમાં બની શકી હોત, પરંતુ ભારતની વિઝ્યુઅલ એનર્જી મારે બતાવવી હતી. એમાં પણ બ્રેન્ડન ફ્રેઝરનું ચાર્લિન નામનું પાત્ર રસપ્રદ છે. એ અમેરિકામાં મોટું થયું છે અને પછી ભારતમાં આવે છે. ‘લાઇન ઑફ ડીસન્ટ’ અમેરિકાનાં થિયેટરોમાં ૧૩ ડિસેમ્બરે રિલીઝ થશે. ભારતમાં-ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર ક્યારે રિલીઝ થશે એ હજી અનાઉન્સ નથી થયું. ‘લાઇન ઑફ ડીસન્ટ’નું પહેલાં નામ ‘ધ ફીલ્ડ’ રાખવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 11:31 AM IST | અમદાવાદ | પાર્થ દવે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK