Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઇના નેહવાલની બાયોપિક માટે પરસેવો વહાવી રહી છે પરિણીતી

સાઇના નેહવાલની બાયોપિક માટે પરસેવો વહાવી રહી છે પરિણીતી

18 June, 2019 09:51 AM IST | મુંબઈ

સાઇના નેહવાલની બાયોપિક માટે પરસેવો વહાવી રહી છે પરિણીતી

બેટમિન્ટનની પ્રેક્ટિસ કરી રહી છે પરિણીતી

બેટમિન્ટનની પ્રેક્ટિસ કરી રહી છે પરિણીતી


પરિણીતી ચોપડા હાલમાં સાઇના નેહવાલની બાયોપિક માટે અથાક મહેનત કરી રહી છે. તે બૅડમિન્ટનની ટ્રેઇનિંગ લઈ રહી છે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તે ભરપૂર પ્રૅક્ટિસ કરી રહી છે. ડિરેક્ટર અમોલ ગુપ્તેની આ ફિલ્મમાં સાઇનાનું પાત્ર આ અગાઉ શ્રદ્ધા કપૂર ભજવવાની હતી. તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જોકે બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યાર બાદ આ ફિલ્મમાં પરિણીતીની એન્ટ્રી થતાં તે આ કૅરૅક્ટરને સાકાર કરવા માટે ઓતપ્રોત થઈ ગઈ છે. પરિણીતીએ પોતાની પ્રૅક્ટિસ સેશનના બે ફોટો ટ્‍‍વિટર પર શૅર કર્યા છે. એક ફોટોમાં તે બૅડમિન્ટન રમી રહી છે તો બીજા ફોટોમાં તે થાકીને બૅડમિન્ટન કોર્ટ પર જ ઊંઘી રહી છે. આ બન્ને ફોટોઝને ટ્‍‍વિટર પર શૅર કરીને પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ‘પહેલાં અને પછી. સાઇના નેહવાલ, તું આ કેવી રીતે કરી શકે છે? સાઇના નેહવાલ બાયોપિકના શૂટિંગની શરૂઆત ઑક્ટોબરમાં કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ એમિલી બ્લન્ટ સાથેની સરખામણી પર વધુ નથી વિચારતી પરિણીતી ચોપડા


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 09:51 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK