મલ્હારની ડ્રીમ ગર્લ પરીણિતી હવે હોલીવુડની હિન્દી રીમેકમાં જોવા મળશે

મુંબઈ | Aug 06, 2019, 15:28 IST

પરિણીતીએ કેટલાક દિવસો પહેલા અમદાવાદમાં મલ્હાર ઠાકર સાથે મુલાકાત કરી હતી. પરિણીતી પોતાની ફિલ્મ જબરિયા જોડીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી, જ્યાં તેણે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી.

મલ્હારની ડ્રીમ ગર્લ પરીણિતી હવે હોલીવુડની હિન્દી રીમેકમાં જોવા મળશે
પરિણીતી ચોપરા (File Photo)

બોલીવુડની ગોર્જિયસ ગર્લ પરિણીતી ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'જબરિયા જોડી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જબરિયા જોડીની રિલીઝ બે વખત પાછળ ઠેલાઈ ચૂકી છે. જો કે આગામી મહિને આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે પરિણીતી ચોપરા હાલ પોતાના કૉ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા જોડે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.

જબરિયા જોડી બાદ પરિણીતીના નવા પ્રોજેક્ટનો ખુલાસો પણ થઈ ચૂક્યો છે. ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ડ્રીમ ગર્લ પરિણીતી ચોપરા હવે હોલીવુડની ફિલ્મ 'ધ ગર્લ ઓન ધી ટ્રેન'ની હિન્દી રિમેકમાં દેખાશે આ ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. આ ફિલ્મ અંગે કેટલાક દિવસો પહેલા વાત કરતા પરિણીતીએ કહ્યું હતું,'હું આ ફિલ્મના શૂટિંગ માટે ઉત્સાહિત છું, કારણ કે આ પહેલા મેં ક્યારેય આવું પાત્ર નથી ભજવ્યું, ન તો વાંચ્યું છે. મને લાગે છે દર્શકોએ પણ મને ક્યારેય આ અવતારમાં નહીં જોઈ હોય. આ પાત્ર મારા વ્યક્તિત્વથી વિપરીત છે. એક કલાકાર તરીકે કંઈક નવું કરવા મળ્યું તેનાથી હું ખુશ છું.'

પરિણીતી ચોપરા સાથે આ ફિલ્મમાં અભિનેત્રી કીર્તિ કુલ્હારી પણ હશે. રિભુ દાસગુપ્તા ડિરેક્ટેડ આ ફિલ્મમાં કીર્તિ કુલ્હારી પોલીસ અધિકારીની ભૂમિકામાં દેખાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કીર્તિ 15 ઓગસ્ટે લંડન જવા રવાના થશે. આ જ દિવસે તેની ફિલ્મ 'મિશન મંગલ' પણ રિલીઝ થી રહી છે. કિર્તી એક મહિનાના શૂટિંગ શેડ્યુલ માટે 16 ઓગસ્ટે ટીમને જોઈન કરશે.

મળતી માહિતી પ્રમાણે આ સાઈકોલોજિકલ થ્રિલરને રિલાયન્સ એન્ટરટેઈમેન્ટ પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું નામ હજી નક્કી નથી કરાયું. ધ ગર્લ ઓન ધી ટ્રેનની સ્ટોરી પૉલ હોકિન્સની નોવેલ પર આધારિત છે.

આ પણ વાંચોઃ જુઓ શું કરી રહ્યા છે 'છેલ્લો દિવસ'ના આ કલાકારો

ઉલ્લેખનીય છે કે પરિણીતીએ કેટલાક દિવસો પહેલા અમદાવાદમાં મલ્હાર ઠાકર સાથે મુલાકાત કરી હતી. પરિણીતી પોતાની ફિલ્મ જબરિયા જોડીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી, જ્યાં તેણે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. મલ્હાર પરિણીતી અંગે પોતાનો ક્રશ જાહેરમાં પણ સ્વીકારી ચૂક્યા છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK