મારા નવા ઘરમાં મારો ટ્રાવેલ પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે : પરિણીતી ચોપડા

Published: Sep 29, 2019, 09:02 IST | મોહર બાસુ | મુંબઈ

પરિણીતી હાલમાં જ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’નું શૂટિંગ પૂરુ કરીને ભારત આવી છે. તે તરત જ તેનાં નવા ઘરમાં શીફ્ટ થઈ ગઈ છે.

પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડાએ ખારમાં ખરીદેલા નવા અપાર્ટમેન્ટ સાથે તેને પ્રેમ થઈ ગયો છે. બારમાં ફ્લોર પર ત્રણ બેડરૂમવાળા અપાર્ટમેન્ટને તેણે પોતે સજાવ્યો છે. પરિણીતી હાલમાં જ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’નું શૂટિંગ પૂરુ કરીને ભારત આવી છે. તે તરત જ તેનાં નવા ઘરમાં શીફ્ટ થઈ ગઈ છે. તે જ્યારે શૂટિંગમાં બિઝી હતી એ સમય દરમ્યાન જ તેનાં ઘરને તૈયાર કરવામાં આવ્યુ હતું. પોતાનાં માટે તે કેવુ ઘર શોધી રહી હતી એ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘હું ઘણાં સમયથી એવુ ઘર શોધી રહી હતી જે મોટુ, પ્રેમાળ અને ઘર લાગે એવુ હોય. જોકે ઘણાં સમયથી હું ફિલ્મો અને ઍડ્વર્ટાઇઝમાં વ્યસ્ત હોવાને કારણે ઘરની શોધ કરીને એને પસંદ કરવુ મારા માટે અઘરૂ હતું.’
તેણે આ ઘર ઘણાં સમય પહેલાં ખરીદ્યું હતું અને હાલમાં એનું ડેકોરેશન પૂરું થયું છે. અલગ તેણે અલગ દેશોમાંથી ખરીદેલી વિવિધ ડેકોરેશનની વસ્તુઓથી ઘરને શણગાર્યું છે. પોતાનાં નવ ઘર પ્રતિનાં પ્રેમ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘હું મારા આ નવા
ઘરનાં પ્રેમમાં પડી છું. એ મારુ જ પ્રતિબીંબ છે. અલગ અલગ દેશોમાંથી લાવેલી વસ્તુઓ મારા પ્રવાસનાં
પ્રેમને દેખાડે છે. મારા ફ્રેન્ડ્સને મારું આ નવુ ઘર દેખાડવા માટે હું ખૂબ આતૂર છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK