Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા રિલેશન વિશે મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને બધી જા‌ણ છે : પરિણીતી

મારા રિલેશન વિશે મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને બધી જા‌ણ છે : પરિણીતી

15 July, 2019 09:59 AM IST | મુંબઈ

મારા રિલેશન વિશે મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને બધી જા‌ણ છે : પરિણીતી

મારા રિલેશન વિશે મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને બધી જા‌ણ છે : પરિણીતી


પરિણીતી ચોપડાનું કહેવું છે કે તેના રિલેશન સ્ટેટસ વિશે તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સને બધી જાણ છે. પરિણીતીનું નામ ચરિત દેસાઈ સાથે જોડવામાં આવી રહ્યું છે. તે કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસનાં લગ્નમાં પણ તે હાજર રહ્યો હતો. એવી ચર્ચા છે કે આ બન્ને ૨૦૧૭થી રિલેશનમાં છે. આ વિશે હાલમાં જ પૂછવામાં આવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મેં કદી પણ આ વાતનો સ્વીકાર નથી કર્યો કે કદી પણ એને નકાર નથી આપ્યો. હકીકત શું છે એ મારી ફૅમિલી, ફ્રેન્ડ્સ અને મારી આસપાસના લોકો જાણે છે. મારા માટે એ જ અગત્યનું છે. મારા મતે મીડિયાને આશા છે કે અમે કંઈક ખુલાસો કરીએ. જોકે આ મારી પર્સનલ લાઇફ છે. એથી હું કોઈ પણ વાતને સ્વીકારતી પણ નથી અને એને નકારતી પણ નથી.’

આ પણ વાંચોઃ પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 09:59 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK