Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લોપ ફિલ્મો, બ્રેકઅપને કારણે 1 વર્ષ સુધી ડિપ્રેશનમાં હતી આ હિરોઈન

ફ્લોપ ફિલ્મો, બ્રેકઅપને કારણે 1 વર્ષ સુધી ડિપ્રેશનમાં હતી આ હિરોઈન

07 August, 2019 01:25 PM IST | મુંબઈ

ફ્લોપ ફિલ્મો, બ્રેકઅપને કારણે 1 વર્ષ સુધી ડિપ્રેશનમાં હતી આ હિરોઈન

પરિણીતી ચોપરા (File Photo )

પરિણીતી ચોપરા (File Photo )


દરેક વ્યક્તિની જિંદગીમાં એક સમય એવો આવે છે, જ્યારે તે ખૂબ દુઃખી હોય છે, તૂટી જાય છે. આવું ફક્ત સામાન્ય લોકો સાથે જ નહીં પરંતુ બોલીવુડના મોટા દિગ્ગજો સાથે પણ થતું હોય છે. પડદા પર હંમેશા ખુશ અને ગ્લેમરસ દેખાતા એક્ટર્સ પણ રિયલ લાઈફમાં ઘણા દુઃખ ભોગવે છે. તેમની લાઈફમાં પણ ખરાબ સમય આવે જ છે. બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ પણ એક ઈન્ટરવ્યુમાં પોતાના જીવનના આ સમય વિશે ખુલાસો કર્યો છે. પરિણીતી ચોપરાએ પોતાની લાઈફના ડિપ્રેશનના ગાળા વિશે ખુલાસો કર્યો છે.

હાલ પરિણીતી પોતાની અપકમિંગ ફિલ્મ 'જબરિયા જોડી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 9 ઓગ્સ્ટે રિલીઝ થવાની છે. તેમાં પરિણીતી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. ફિલ્મના પ્રમોશન માટે તાજેતરમાં જ આ બંને એકટ્રસ ટૉક શો Tapecastમાં પહોંચ્યાં હતા, જ્યાં પરિણીતીએ પોતાના કરિયર અને જિંદગી વિશે એવા ખુલાસા કર્યા, જે જાણીને તમે પણ ચોંકી જશો.




પરિણીતીએ કહ્યું,'વર્ષ 2014થી 2015 સુધીનો સમય મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. મારી બે ફિલ્મો 'દાવત એ ઈશ્ક' અને 'કિલ દિલ' રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો ફ્લોપ હતી. આ મારી સૌથી મોટી નિષ્ફળતા હતી. તે સમયે મારું બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ પણ થયું હતું. હું ડિપ્રેશનમાં હતી. મારી પાસે પૈસા પણ નહોતા. હું ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી.'


પરિણીતીએ વધુમાં કહ્યું,'મને આગળ કશું જ સારું નહોતું દેખાઈ રહ્યું, લાગતું હતું કે જાણે મારી જિંદગીના તમામ રસ્તા બંધ થઈ ગયા છે. મેં ખાવા પીવાનું છોડી દીધું હતું. મને ઉંઘ નહોતી આવતી. હું કોઈ ફ્રેન્ડઝને નહોતી મળી, મારો કોઈની સાથે સંપર્ક પણ નહોતો. તે સમયે મેં ફેમિલી સાથે વાત કરવાની પણ ઓછી કરી નાખી હતી. હું અઠવાડિયે પંદર દિવસે એક વાર વાત કરી લેતી હતી.'

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

પરિણીતીએ આ ઈન્ટવર્યુમાં વાત કરતા કહ્યું,'હું બસ મારા રૂમમાં બેસીને ટીવી જોતી અને સૂઈ જતી. જાણે ઝોમ્બી જ બની ગઈ હતી. દિવસમાં લગભગ 10-10 વખત રોતી હતી. પરંતુ પછી મેં મારી જાત પર કામ કરવાની શરૂઆત કરી અને ધીરે ધીરે સારું થવા લાગ્યું. મેં ફરી મારી જિંદગીને હાથમાં લીધી. કારણ કે મને લાગતું હતું કે જો એકવાર હું આ ખાડામાં પડી ગઈ તો ક્યારેય બહાર નહીં આવી શકું.'

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 01:25 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK