બાયોપિક માટે પ્રેક્ટિસ કરીને થાકી ગયેલી પરિણીતિએ સાયનાને પુછ્યો આ સવાલ

Published: Jun 18, 2019, 14:23 IST | મુંબઈ

હાલ પરિણીતિ સાયના નહેવાલની બાયોપિકમાં કામ કરી રહી છે. જેની પ્રેક્ટિસથી તે થાકી ગઈ છે. અને સાયનાને આ સવાલ કરી રહી છે.

પરિણીતિ કરી રહી છે સાયનાની બાયોપિકની તૈયારી
પરિણીતિ કરી રહી છે સાયનાની બાયોપિકની તૈયારી

પરિણીતિ ચોપરા બેડમિંટન પ્લેયર સાયના નેહવાની બાયોપિક કરવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. એવું કરતા સમયે સાયના નેહવાલના અંદાજમાં આવવા માટે બેડમિંટન કોર્ટ પર કલાકો સુધી પસીનો પણ વહાવી રહી છે. ફિલ્મની તૈયારીઓ પણ એ સાથે શરૂ થઈ ચુકી છે. આ ફિલ્મમાં તે બેડમિંટન કોર્ટમાં મતા સમયે અસલી સાઈના નેહવાલની નજીક જવા માંગે છે.

સોશિયલ મીડિયામાં પરિણીતિએ બે ફોટોસ શેર કરી છે. જેમાં પહેલા ફોટોમાં તે સઘન પ્રેક્ટિસ કરતી નજર આવી રહી છે.

જ્યારે બીજા ફોટોમાં તે થાકીને બેડમિંટન કોર્ટ પર સૂતેલી નજર આવી રહી છે. અને તેની પાસે જ બેડમિંટનનું રેકેટ રાખેલું જોવા મળી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

Before ........ and After! 🤭🏸 @nehwalsaina HOW DO YOU DO THIS!😱😱#SainaNehwalBiopic #Training #ShootsStartsInOctober

A post shared by Parineeti Chopra (@parineetichopra) onJun 17, 2019 at 1:57am PDT


આ ફોટો સાથે તેણે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, પહેલા અને બાદમાં..સાયના નેહવાલ તું કરી કેવી રીતે લે છે? સાથે તેણે સાયના નેહવાલ બાયોપિકને ટેગ કરી છે. સાથે તેણે એ પણ કહ્યું કે આ ફિલ્મનું શૂટ ઓક્ટોબરથી શૂટ થવાની શરૂ થશે.

PARINNETI

 

આ પણ વાંચોઃ સાયના નેહવાલ પતિ કશ્યપ સાથે આ રીતે મનાવી રહી છે વેકેશન

મહત્વનું છે કે આ ફિલ્મમાં પહેલા ભૂમિકા શ્રદ્ધા કપૂર કરવાની હતી પરંતુ કોઈ કારણથી તેણે ફિલ્મ છોડવી પડી અને તેની જગ્યાએ પરિણીતિ ચોપરાને લેવામાં આવી છે. સાયના નેહવાલ ભારતની ટોચની લોકપ્રિય બેડમિંટન ખેલાડી છે. તેણે ભારત માટે અનેક પદક પણ જીત્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK