Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીતીએ ઇજા બાદ કર્યું કમબૅક

પરિણીતીએ ઇજા બાદ કર્યું કમબૅક

28 November, 2019 10:35 AM IST | Mumbai

પરિણીતીએ ઇજા બાદ કર્યું કમબૅક

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા


પરિણીતી ચોપડાએ તેની ઇજા બાદ ફરી શૂટિંગ શરૂ કર્યું છે. બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયોપિક ‘સાઇના’ની ટ્રેઇનિંગ દરમ્યાન પરિણીતીની ગરદન પર ઇજા થઈ હતી. ડૉક્ટરે તેને ઓછામાં ઓછું એક અઠવાડિયું આરામ કરવાની સલાહ આપી હતી. જોકે ઇન્જરીના દસ દિવસ બાદ પરિણીતીએ ફરી શૂટિંગ શરૂ કરી દીધુ છે. આ શૂટિંગ માટે તે ગઈ કાલે આઠ કલાક સુધી બૅડમિન્ટન રમી હતી. શૂટિંગ કરવા પહેલાં આ વિશે ‍વધુ જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘આ એકદમ સાચી માહિતી છે. હું એકદમ ફિટ છું અને ફરી બૅડમિન્ટન રમવા માટ તૈયાર છું. ‘સાઇના’ની ટીમ અને મૅડિકલ ટીમના સપોર્ટને કારણે હું ખૂબ જ જલદી સાજી થઈ ગઈ છું. આ ઇન્ટેન્સ શૂટિંગ શેડ્યુલ માટે હું એકદમ પોઝિટીવ છું કારણ કે એ માટે મારે આઠ-દસ કલાક સુધી રમવાનું છે. મને ખુશી છે કે હું એકદમ ફુલ ફિટ થઈને આવી છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 10:35 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK