સાઈના નેહવાલની બાયોપિક માટે ખાસ તૈયારીઓ કરે છે પરિણીતી ચોપડા

Apr 09, 2019, 17:37 IST

પરિણીતીનું પહેલું મ્યુઝિક સિંગસ "મુજે તુમ નજર સે" પણ રિલીઝ થવાનું છે.

સાઈના નેહવાલની બાયોપિક માટે ખાસ તૈયારીઓ કરે છે પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા (ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

શ્રદ્ધા કપૂરે બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલની બાયોપિક છોડ્યા બાદ હવે પરિણીતી ચોપડાને કાસ્ટ કરવામાં આવી છે. પરિણીતીએ આ મહાત્વાકાંક્ષી પ્રૉજેક્ટ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. અમોલ ગુપ્તેના ડાયરેક્શનમાં બનતી આ ફિલ્મ માટે પરિણીતી ચોપડા દરરોજ સાઈના નેહવાલની મેચ ફુટેજ અને પબ્લિક અપીયરન્સના વીડિયોઝ જોતી હોય છે.

પરિણીતી ચોપડા પહેલીવાર સ્પોર્ટ્સના પાત્રમાં જોવા મળશે

રિપોર્ટ્સ પ્રમાણે સાઈના નેહવાલના પાત્રમાં સંપૂર્ણપણે ઉતરવા માટે પરિણીતી ચોપડા બેડમિન્ટન કોર્ટ અને કોર્ટની બહારના સાઈના નેહવાલના હાવભાવ, બૉડી લેન્ગવેજ વગેરેને સમજવાનો પ્રયત્ન કરે છે. પડદા પર પહેલી વાર કોઈ સ્પોર્ટ્સ પર્સનનું પાત્ર ભજવવાની તક મળતાં પરિણીતી ચોપડા ખૂબ જ ઉત્સાહિત છચે. પાત્ર માટે પોતાની ખાસ તૈયારી પર વાત કરતાં એક ઇન્ટરવ્યૂમાં પરિણીતી ચોપડાએ કહ્યું કે, "હું વિઝ્યુઅલ લર્નર છું."

 
 
 
View this post on Instagram

Post training bliss! 🏸 #Saina

A post shared by Parineeti Chopra (@parineetichopra) onApr 5, 2019 at 5:24am PDT

હું આ સુંદર તક ગુમાવવા નથી માંગતી : પરિણીતી

પરિણીતી ચોપડાએ કહ્યું કે, "મેં મારી આખી ટ્રેનિંગ ટીમ. અમોલ ગુપ્તે સર અને અન્ય દરેક પાસેથી આ સલાહ સાંભળી છે કે મારે સાઈનાની મેચ જોવી જ જોઈએ. મેં વધુ બેડમિન્ટન મેચ નથી જોઈ અને હું હકીકતે એવી જ રીતે રમવા માગું છું જેમ સાઈના રમતી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે આ હું પહેલીવાર કોઇ સ્પોર્ટ્સના રોલમાં કામ કરી રહી છું. એટલા માટે હું આ તકે ગુમાવવા નથી માંગતી. સાઈના કોર્ટ પર પોતાના હાથ, રેકેટ, આક્રમકતાનો ઉપયોગ જે રીતે કરતી, આ કંઈક એવું છે જેને હું મારા વ્યક્તિત્વના રૂપે સામેલ કરવા માગુ છું. તેથી જ મારે સાઈનાની બધી મેચ અને વીડિયો જોવા છે."

આ પણ વાંચો : આ છે અમિતાભ બચ્ચનની નવી કાર, અધધધધ છે કિંમત

સાઈના નેહવાલની આ બાયોપિક આવતાં વર્ષે રિલીઝ થઈ શકે છે. છેલ્લે પરિણીતી ચોપડા, કેસરીમાં જોવા મળી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે તેની કેમેસ્ટ્રી જોવા મળી હતી. કેસરી બૉક્સ ઑફિસ પર ખૂબ જ સારુ કલેક્શન કરી રહી છે. ટૂંક સમયમાં પરિણીતીનું પહેલું મ્યુઝિક સિંગલ "મુજે તુમ નજર સે" પણ રિલીઝ થવાનું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK