Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એમિલી બ્લન્ટે કરેલા કામનું ભારણ લીધા વગર મેં મારું કામ કર્યું છે

એમિલી બ્લન્ટે કરેલા કામનું ભારણ લીધા વગર મેં મારું કામ કર્યું છે

07 February, 2021 06:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમિલી બ્લન્ટે કરેલા કામનું ભારણ લીધા વગર મેં મારું કામ કર્યું છે

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં પરિણીતી ચોપડાએ પોતાના રોલ માટે આ ઓરિજિનલ ફિલ્મની ઍક્ટ્રેસ એમિલી બ્લન્ટ પાસેથી પ્રેરણા નથી લીધી. આ ૨૦૧૬માં આવેલી હૉલીવુડની ફિલ્મની જ હિન્દી રીમેક છે. એ હૉલીવુડની ફિલ્મમાં  એમિલીની ઍક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હિન્દી રીમેકનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. લોકોને એ ટ્રેલર ખૂબ પસંદ પડ્યું છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. રિભુ દાસગુપ્તાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પરિણીતીએ એક આલ્કોહૉલિક વિધવાનો રોલ ભજવ્યો છે. પોતાની જર્ની દરમ્યાન તે એક ગુમ થયેલી વ્યક્તિની તપાસમાં સામેલ થાય છે અને કેટલાંક તથ્યોને ઉજાગર કરે છે. પોતાના પાત્ર વિશે પરિણીતીએ કહ્યું કે ‘એમિલીએ ફિલ્મમાં જે કામ કર્યું છે એનું ભારણ લીધા વગર મેં મારો રોલ ભજવ્યો છે. મારા કૅરૅક્ટરને મેં જાતે જ ઘડ્યું છે અને હું પહેલેથી જ સ્પષ્ટ હતી કે મારા રોલમાં હું મારો જ સ્પર્શ આપીશ. મેં સ્ક્રીન પર જે કરવાનો પ્રયાસ કર્યો છે લોકોએ એને પ્રેમ આપ્યો છે અને એની હું પ્રશંસા કરું છું. મને એ વાતની પૂરી ખાતરી છે કે લોકોને સીટ પર જકડી રાખનાર આ ફિલ્મ ચોક્કસ મનોરંજન પૂરું પાડશે. હું ખૂબ ખુશ છું કે અમારા ટ્રેલરને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં મારી ઍક્ટિંગને લોકોએ પ્રેમ આપ્યો એથી હું તેમની આભારી છું. ઇંગ્લિશ ફિલ્મની જેમ જ આ ફિલ્મ પણ લોકોની અપેક્ષામાં ખરી ઊતરશે. અમારું વર્ઝન લોકોને દેખાડવા માટે હું આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK