Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પરિંદા’નું નામ પહેલાં ‘કબૂતરખાના’ હતું: વિધુ વિનોદ ચોપડા

‘પરિંદા’નું નામ પહેલાં ‘કબૂતરખાના’ હતું: વિધુ વિનોદ ચોપડા

01 November, 2019 11:11 AM IST | મુંબઈ

‘પરિંદા’નું નામ પહેલાં ‘કબૂતરખાના’ હતું: વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદ ચોપડા


‘પરિંદા’ સાથે જોડાયેલી યાદોને વાગોળતાં વિધુ વિનોદ ચોપડાએ કહ્યું હતું કે ‘પરિંદા’નું નામ પહેલાં ‘કબૂતરખાના’ હતું. આ ફિલ્મમાં અનિલ કપૂર, નાના પાટેકર, જૅકી શ્રોફ અને માધુરી દીક્ષ‌િત નેને જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ ૧૯૮૯ની ૩ નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મને વિધુ વિનોદ ચોપડાએ ડિરેક્ટ કરી હતી.

parinda



આ ફિલ્મનાં એક સીનને લઈને વિધુ વિનોદ ચોપડાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મનું એક યાદગાર દૃશ્ય કબૂતરખાનામાં શૂટ કરવામાં આવ્યુ હતું, જે ચૅલેન્જિંગ હતું. મેં ત્યાંના તમામ દુકાનદારોને શૂટિંગ દરમ્યાન પોતાની દુકાનો બંધ રાખવા કહ્યું હતું. જોકે તેમણે દુકાનો બંધ નહોતી રાખી. આમ છતાં શૂટિંગ સારી રીતે થઈ ગયું હતું.


આ પણ વાંચો : સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરામાં જોવા મળશે રણવીર અને પ્રિયંકા?

હું ખૂબ ખુશ છું કે એને આજે પ‌ણ બૉલીવુડના સૌથી આઇકૉનિક સીન તરીકે ગણવામાં આવે છે. અમારી ફિલ્મનું નામ પહેલાં ‘કબૂતરખાના’ હતું. જોકે જાવેદ અખ્તરજીની સલાહ બાદ ફિલ્મનું નામ ‘પરિંદા’ રાખવામાં આવ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 11:11 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK