કુલી નં-1ની સિક્વલમાં પરેશ રાવલ કરશે સારા અલી ખાનના પિતાનો રોલ

Published: Jul 01, 2019, 18:46 IST

ડેવિડ ધવન 1995માં આવેલી ફિલ્મ કુલી નંબર 1ની સિક્વલ લઈને આવી રહ્યા છે જેમાં ગોવિંદાની જગ્યાએ વરૂણ ધવન અને કરિશ્મા કપૂરની જગ્યાએ એક્ટ્રેસ સારા અલી ખાન જોવા મળશે.

પરેશ રાવલ નિભાવશે સારાના પિતાનો રોલ
પરેશ રાવલ નિભાવશે સારાના પિતાનો રોલ

બોલીવુડની યુવા અભિનેત્રી સારા અલી ખાન ફરી ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ આવેલી કેદારનાથ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત સાથે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. સારા અલી ખાન પાસે હાલ ફિલ્મોની કોઈ કમી નથી. સુશાંત સિંહ સાથે કેદારનાથ પછી સારા રણવીર સિંહ સાથે સિમ્બામાં જોવા મળી હતી. હાલ સારા કાર્તિક આર્યન સાથેની ફિલ્મ લવ આજકલ 2ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે સારા કુલી નંબર 1ની સિકવલમાં પણ કામ કરતી જોવા મળશે.

ડેવિડ ધવન 1995માં આવેલી ફિલ્મ કુલી નંબર 1ની સિક્વલ લઈને આવી રહ્યા છે જેમાં ગોવિંદાની જગ્યાએ વરૂણ ધવન અને કરિશ્મા કપૂરની જગ્યાએ એક્ટ્રેસ સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મની શૂટિંગ ઓગસ્ટમાં બેન્ગકૉકમાં થશે. મહત્વની વાત એ છે કે મુંબઈ મિરરની એક રિપોર્ટ અનુસાર કુલી નંબર 1ની સિક્વલમાં પરેશ રાવલ સારા અલી ખાનના પિતાના રોલમાં જોવા મળશે. સારા અલી ખાન વરૂણ સાથે પરેશ રાવલ આશરે 20 દિવસ સુધી બેન્ગકૉકમાં શૂટિંગ કરશે.

આ પણ વાંચો: Kabir singh ફિલ્મના ઘણા વિરોધ છતાં કલેક્શન 200 કરોડ નજીક પહોંચી

પરેશ રાવલ ફિલ્મમાં એજ રોલ રહેશે જે 1995માં આવેલી ફિલ્મ કુલી નંબર 1માં કાદર ખાનનો હતો રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે, વિદેશી લોકેશન્સ પર શૂટિંગ પૂરી કર્યા પછી આગળનું શૂટ ગોવામાં કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર પરેશ રાવલ સારાના પિતા હોશિયાર ચંદનો રોલ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK