Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાનાં શહેરો ફિલ્મને અલગ પ્રકારની વાઇબ આપે છે : પંકજ ત્રિપાઠી

નાનાં શહેરો ફિલ્મને અલગ પ્રકારની વાઇબ આપે છે : પંકજ ત્રિપાઠી

17 February, 2020 12:05 PM IST | Jaipur

નાનાં શહેરો ફિલ્મને અલગ પ્રકારની વાઇબ આપે છે : પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીનું માનવું છે કે નાનાં શહેરોને કારણે ફિલ્મને અલગ પ્રકારની ઊર્જા મળે છે. પંકજ ત્રિપાઠી હાલમાં ક્રિતી સૅનન સાથે રાજસ્થાનમાં ‘મીમી’નું શૂટિંગ કરી રહ્યો છે. લક્ષ્મણ ઉટેકર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યો છે. મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાયચય’ની આ હિન્દી રીમેક છે. રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ સતત ૩૦ દિવસ સુધી ચાલવાનું છે. નાનાં શહેરો વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘નાનાં શહેરમાં કંઈક તો જાદુ હોય છે. એનાથી ફિલ્મને અને કૅરૅક્ટરને અલગ વાઇબ મળે છે. અમે અહીં એક મહિનો શૂટિંગ કરવાનાં છીએ. ટીમ સાથે અહીં આવીને ખૂબ મજા આવી રહી છે. આ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે. મેં જ્યારે પહેલી વાર સ્ટોરી સાંભળી ત્યારે એનો વિષય મને સ્પર્શી ગયો. આશા રાખુ છું કે અમે સ્ટોરીના દરેક શબ્દો અને ફિલ્મને સચોટતાથી લોકો સમક્ષ રજૂ કરી શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 12:05 PM IST | Jaipur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK