Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું આજે પણ મારી ફિલ્મોની પસંદગી કાળજીપૂર્વક કરું છું : પંકજ ત્રિપાઠી

હું આજે પણ મારી ફિલ્મોની પસંદગી કાળજીપૂર્વક કરું છું : પંકજ ત્રિપાઠી

15 January, 2020 02:02 PM IST | Mumbai

હું આજે પણ મારી ફિલ્મોની પસંદગી કાળજીપૂર્વક કરું છું : પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠી આજે પણ પોતાની ફિલ્મોની પસંદગી ખૂબ જ ધ્યાન પૂર્વક કરે છે. તેની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તે ‘કાગઝ’, ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’, ‘મીમી’, ‘લુડો’ અને ‘83’માં જોવા મ‍ળશે. સાથે જ વેબ-સિરીઝ ‘મિર્ઝાપૂર’ની બીજી સીઝનમાં પણ તે દેખાશે. આ સિવાય તે ઇન્ટરનૅશનલ ફિલ્મ ‘ઢાકા’માં ક્રિસ હૅમ્સવર્થ સાથે જોવા મળવાનો છે.

આ પણ વાંચો : દિલ્હી કરતાં મુંબઈનો ટ્રાફિક સો ઘણો સારું છે: અર્શદ વારસી



ફિલ્મો વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘હું આજે પણ મારી ફિલ્મોની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખુ છું. હું એવા કૅરૅક્ટર્સને પસંદ કરું છું કે જેની સાથે તાલમેળ બેસાડી શકું. આ વર્ષે મારી પાસે જે પ્રકારની ફિલ્મો છે એને લઈને હું ખૂબ ખુશ છું. મારી દરેક ફિલ્મોએ મને સંતુષ્ટિ અને આનંદ આપ્યો છે. આશા રાખુ છું કે ભવિષ્યમાં પણ હું આવુ જ કામ કરું. સફળ થવાની એક વાત એ પણ સારી છે કે એ તમને સખત મહેનત કરવા પ્રતિ પ્રેરણાં આપે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2020 02:02 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK