મને રાજકારણમાં રસ છે, પરંતુ હમણાં પૉલિટિક્સમાં સામેલ થવાનો કોઈ પણ ઇરાદો નથી : પંકજ ત્રિપાઠી

Published: Apr 11, 2019, 09:30 IST

પંકજ ત્રિપાઠીને રાજકારણમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. લોકસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે કઈ સેલિબ્રિટી કઈ પાર્ટીને જૉઇન કરશે કે સર્પોટ કરશે એ વિશે ચર્ચા ચાલી રહી છે.

પંકજ ત્રિપાઠી (ફાઈલ ફોટો)
પંકજ ત્રિપાઠી (ફાઈલ ફોટો)

પંકજ ત્રિપાઠીને રાજકારણમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. લોકસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે કઈ સેલિબ્રિટી કઈ પાર્ટીને જૉઇન કરશે કે સર્પોટ કરશે એ વિશે ચર્ચા ચાલી રહી છે. એ જોતાં રાજકારણમાં તેમને ઇન્ટરેસ્ટ છે કે નહીં એ વિશે પૂછવામાં આવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મને પૉલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે, પરંતુ મારા આ ઇન્ટરેસ્ટને હમણાં પૂરો કરવાની મારી કોઈ ઇચ્છા નથી. એના માટે મારી પાસે ઘણો સમય છે. હું માનું છું કે માત્ર સારા વાચક, સારી જાણકાર વ્યક્તિ મહાન નેતા બની શકે છે અને પ્રગતિશીલ દેશનું નર્મિાણ કરી શકે છે. હું અનેક પુસ્તકો વાંચતો હતો અને કેટલાક આદર્શોમાં વિશ્વાસ ધરાવું છું.

આ પણ વાંચોઃ જુઓ શું કરી રહ્યા છે 'છેલ્લો દિવસ'ના આ કલાકારો

મારા મતે માત્ર વાંચન અને ટ્રાવેલથી આપણે ન માત્ર સારા કલાકાર બની શકીએ, પરંતુ સાથે જ આપણી સમજશક્તિ અને આપણી વિચારધારાનો પણ વિકાસ થાય છે. સાથે જ એ આપણને સારી વ્યક્તિ બનાવવામાં પણ મદદ કરે છે. હું એમ નથી કહેતો કે આપણે ફક્ત ઇન્ફર્મેશન ભેગી કરવી જોઈએ, પરંતુ આપણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી પણ માહિતી મેળવવી જોઈએ. તેમની પાસે ઘણું જાણવા જેવું હોય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK