૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં મેનેજર પીઆર માનસિંહને મળીને ગદ્ગદ્ થયો પંકજ ​​​ત્રિપાઠી

Published: Jul 07, 2019, 11:31 IST | મુંબઈ

પીઆર માનસિંહ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘પીઆર માનસિંહને મળવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો. તેમનો ક્રિકેટ પ્રતિનો પ્રેમ અને લગાવ આજે પ‌ણ કાયમ છે.

પંકજ ત્રિપાઠી ભારતીય ટીમના પૂર્વ મેનેજર સાથે
પંકજ ત્રિપાઠી ભારતીય ટીમના પૂર્વ મેનેજર સાથે

૧૯૮૩નાં વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનાં મેનેજર રહી ચુકેલાં પીઆર માનસિંહને મ‍ળીને પંકજ ત્રિપાઠીએ ખુશી વ્યક્ત કરી છે. વર્લ્ડ કપમાં ભારતને મળેલી ઐતિહાસિક જીત પર આધારિત ‘83’માં પંકજ ત્રિપાઠી તેમનું પાત્ર પરદા પર સાકાર કરવાનો છે. પોતાનાં રોલની તૈયારીનાં ભાગ રૂપે પંકજે તેમની સાથે મુલાકાત કરી હતી. ટીમનાં કૅપ્ટન રહી ચુકેલાં કપિલ દેવનાં રોલમાં આ ફિલ્મમાં રણવીર સિંહ જોવા મળશે. પીઆર માનસિંહ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘પીઆર માનસિંહને મળવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો. તેમનો ક્રિકેટ પ્રતિનો પ્રેમ અને લગાવ આજે પ‌ણ કાયમ છે. તેઓ ખૂબ અનુશાસનનું પાલન કરવાવાળા છે. તેમણે પોતાનાં હૈદ્રાબાદનાં ઘરમાં ક્રિકેટને સંબંધિત વિશાળ મ્યુઝિયમ બનાવીને એમાં  યાદગાર વસ્તુઓનો સંગ્રહ કરી રાખ્યો છે. અમે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ચર્ચા કરી હતી. તેમની સ્ટોરીઝ અને તેમની જર્ની વિશે સાંભળીને હું ઘણીવાર ઇમોશનલ થયો હતો. એક કલાકાર તરીકે મારી ક્ષમતાનાં આધારે હું પૂરતા પ્રયાસ કરીશ કે પીઆર માનસિંહનાં જીવનને પરદા પર સાકાર કરીને તેમનાં વિચારોને પણ લોકો સુધી પહોંચાડી શકું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK