Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા ભોસલેએ પાનીપતનું એક દૃશ્ય કર્યું ડિરેક્ટ

આશા ભોસલેએ પાનીપતનું એક દૃશ્ય કર્યું ડિરેક્ટ

27 April, 2019 10:45 AM IST | મુંબઈ

આશા ભોસલેએ પાનીપતનું એક દૃશ્ય કર્યું ડિરેક્ટ

આશા ભોસલે સાથે આશુતોષ ગોવારીકર

આશા ભોસલે સાથે આશુતોષ ગોવારીકર


આશા ભોસલેએ હાલમાં જ ‘પાનીપત’ના એક સીનને ડિરેક્ટ કર્યું હતું. આશુતોષ ગોવારીકરની આ ફિલ્મનું શૂટિંગ કર્જતમાં ચાલી રહ્યું હતું. આ ફિલ્મ ૧૭૬૧ના પાણીપતના યુદ્ધ પર આધારિત છે. ૬ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન કપૂર, મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે અને ક્રિતી સૅનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઐતિહાસિક ફિલ્મના સેટ પર આશા ભોસલેએ પહોંચીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. તેમના આવવાથી આશુતોષ ગોવારીકરને ભરપૂર ખુશી થઈ હતી. આશા ભોસલે પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરતાં આશુતોષે કહ્યું હતું કે ‘સેટ પર આશાજીના આવવાથી અમને અપાર ખુશી થઈ હતી. તેમના આવવાથી સેટ પર ભરપૂર એનર્જી અને ખુશનુમા વાતાવરણ છવાઈ ગયાં હતાં.

આ પણ વાંચો : સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં પોલીસ બનશે રણદીપ હૂડા



તેમણે શૂટિંગ દરમ્યાન એક સીનને સુધારવા માટે પણ કહ્યું હતું. એના પરથી એક વાત તો હું ચોક્કસ કહી શકું છું કે તેમનામાં ડિરેક્શન કરવાની પણ કુશળતા છે. તેમના આવવાથી સેટ પર એક ગજબનું જોશ આવી ગયું હતું. આશા રાખું છું કે તેઓ આવી રીતે સેટ પર આવીને અમને સરપ્રાઇઝ આપ્યા કરે.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 10:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK