Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'પાનીપત' અને 'પતિ પત્ની અને વો'માં આ છે ચોંકાવનારું કનેક્શન....

'પાનીપત' અને 'પતિ પત્ની અને વો'માં આ છે ચોંકાવનારું કનેક્શન....

06 December, 2019 03:41 PM IST | Mumbai Desk

'પાનીપત' અને 'પતિ પત્ની અને વો'માં આ છે ચોંકાવનારું કનેક્શન....

'પાનીપત' અને 'પતિ પત્ની અને વો'માં આ છે ચોંકાવનારું કનેક્શન....


આજ (6 ડિસેમ્બર)ને પાનીપત અને પતિ પત્ની ઔર વો સિનેમાઘરોમાં પહોંચી છે. આમ તો બન્ને ફિલ્મો એક-બીજાથી ઘણી અલગ છે. ઇતિહાસ-પ્રસિદ્ધ યુદ્ધ પર બનેલી છે તો બીજી હાલના સમયની સ્ટોરી છે. પછી પણ આ બન્ને વચ્ચે પણ એક રસપ્રદ કનેક્શન છે.

હકીકતે, પતિ પત્ની ઔર વોમાં પાનીપતની હીરોઇન ક્રીતિ સેનને કેમિયો કર્યો છે. બોલીવુડ હંગામા વેબસાઇટ પ્રમાણે, ફિલ્મમાં ક્રીતિનું પાત્ર એકદમ અંતે આવે છે. તેના પાત્રનું નામ ખન્ના છે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે ફીમેલ લીડ રોલમાં છે. પતિ પત્ની ઔર વો, આ નામથી 1978માં આવેલી ફિલ્મનું રીમેક છે. કાર્તિક અને ક્રિતી આ વર્ષે આવેલી લુકાછુપીમાં લીડ પેર તરીકે દેખાઇ ચૂકી છે, જે બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. મેકર્સે ક્રીતિના કેમિયોના દર્શકો માટે સરપ્રાઇઝ તરીકે છુપાડીને રાખ્યું હતું.



ક્રિતી આ પહેલા અક્ષય કુમાર સાથે હાઉસફુલ 4માં દેખાઇ ચૂકી છે, જેમાં તેમણે ફીમેલ લીડ રોલ ભજવ્યું હતું. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 200 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે. ખાસ વાત એ છે કે હાઉસફુલ 4ની સ્ટોરીનો એક ભાગ 1419ના સમયનું બતાવવામાં આવ્યો હતો.



આ ભાગમાં બધાં પાત્રો રૉયલ લુકમાં જોવા મળી હતી. ક્રીતિએ એક સ્ટેટની રાજકુમારીનું પાત્ર ભજવ્યું હતું. જો કે આ ફિક્શનલ હતું. હવે પાનીપત દ્વારા ક્રિતીને એકવાર ફરી તે જ સમયને જીવવાની તક મળી છે. જો કે આ વખતે સ્ટોરી સાચી છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

પાનીપતમાં ક્રિતી સેનને પાર્વતીબાઈનું પાત્ર ભજવ્યું છે, જે સદાશિવરાવ ભાઉ બનેલા અર્જુન કપૂરના અપોઝિટ છે. આશુતોષ ગોવારિકર નિર્દેશિત ફિલ્મ પાનીપતની ત્રીજી લડાઇ પર આધારિત છે. આ યુદ્ધ મરાઠાઓ અને અફઘાનો વચ્ચે થઈ હતી. ક્રીતિએ પહેલી વાર હિસ્ટોરિકલ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મ દર્શકો વચ્ચે આવી ચૂકી છે અને હવે તેનો સમય છે કે ક્રિતીને જોઇને ચોંકી જવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 03:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK