Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Panga Box Office Collection Day 3: ઓપનિંગ વીકએન્ડમાં આવ્યો ઉછાળ...

Panga Box Office Collection Day 3: ઓપનિંગ વીકએન્ડમાં આવ્યો ઉછાળ...

27 January, 2020 04:16 PM IST | Mumbai Desk

Panga Box Office Collection Day 3: ઓપનિંગ વીકએન્ડમાં આવ્યો ઉછાળ...

Panga Box Office Collection Day 3: ઓપનિંગ વીકએન્ડમાં આવ્યો ઉછાળ...


કંગના રનોટની ફિલ્મ પંગા ઓપનિંગ વીકએન્ડમાં આશા પ્રમાણે બિઝનેસ નથી કરી શકી. જો કે, માઉથ પબ્લિસિટીએ ફિલ્મને ઘણો સપોર્ટ કર્યો છે, જેની અસર ઓપનિંગ વીકએન્ડ દરમિયાન બૉક્સ ઑફિસના આંકડાથી સ્પષ્ટ ખબર પડે છે.

24 જાન્યુઆરીના રિલીઝ થયેલી ફિલ્મ પંગાએ 2.70 કરોડની ઓપનિંગ કરી હતી. જો કે, આશા તેના કરતાં વધારે હતી. ટ્રેડ વિશ્લેષકોનું અનુમાન હતું કે ફિલ્મ 3-5 કરોડની ઓપનિંગ લેશે. રિલીઝના બીજા દિવસે પંગાના કલેક્શન્સમાં લગભગ 100 ટકા જેટલો ઉછાળ આવ્યો અને 5.61 કરોડનું કલેક્શમ કર્યું. રવિવારે 26 જાન્યુઆરીએ કલેક્શન્સ વધ્યા, પણ ગ્રોથ વધારે થઈ નહીં. રવિવારે ફિલ્મે 6.60 કરોજ જમા કર્યા હતા. પંગાએ ઓપનિંગ વીકએન્ડમાં 14.91 કરોડનું કલેક્શન કર્યું. ટ્રેડ જાણકારો પ્રમાણે, પંગા માટે સોમવારથી ગુરુવાર ખૂબ જ મહત્વનું છે. ફિલ્મને મોટું કલેક્શન કરવા માટે ટ્રેન્ડમાં રહેવાની જરૂર છે.



પંગા એક સ્પોર્ટ્સ ફિલ્મ છે, જેને અશ્વિની અય્યર તિવારીએ નિર્દેશિત કરી છે. અશ્વિની આ પહેલા નિલ બટે સન્નાટા અને બરેલી કી બર્ફી જેવી સારી ફિલ્મો આપી ચૂકી છે. પંગા, કબડ્ડી ખેલાડી જયા નિગમની સ્ટોરી છે, જે પરિવારની જવાબદારીઓ વચ્ચે એક વાર ફરી પોતાના રમતના કરિઅરમાં રિએન્ટ્રી કરવા માગે છે. ફિલ્મ જયાના જઝ્બા અને સંઘર્ષને સલામ કરે છે.



ફિલ્મને સમીક્ષકોનો સંપૂર્ણ સાથ મળ્યો અને બધાંએ કંગનાના અભિનયના ખૂબ જ વખાણ કર્યા છે. ફિલ્મમાં પંજાબી કલાકાર જસ્સી ગિલ જયાના પતિના પાત્રમાં છે. રિચા ચડ્ઢા અને નીના ગુપ્તાએ પણ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. 2020માં કંગનાની આ પહેલી રિલીઝ છે.

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

જો કંગનાની છેલ્લી ફિલ્મોના ઓપનિંગ વીકએન્ડ કલેક્શન્સ જોઇએ તો 2019માં આવેલી ફિલ્મ મણિકર્ણિકા - ધ ક્વીન ઑફ ઝાંસીએ 42.55 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે જજમેન્ટલ હૈ ક્યાએ 22.04 કરોડ જમા કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2020 04:16 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK