તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે મોટ ફેરબદલ, જોવા મળશે નવા ચહેરા

Published: Aug 22, 2019, 16:49 IST

જાણીતી ટીવીનો કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સતત ટીઆરપીના ટોપ 10માં છે. આ શૉમાં ઘણા સમયથી ગાયબ દયાબેનના ચહેરાની તપાસ સતત ચાલી રહી છે. પરંતુ તેમની જગ્યાએ એક બીજા કેરેક્ટરનું રિપ્લેસમેન્ટ શૉમાં જોવા મળી શકે છે.

જાણીતી ટીવીનો કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સતત ટીઆરપીના ટોપ 10માં છે. આ શૉમાં ઘણા સમયથી ગાયબ દયાબેનના ચહેરાની તપાસ સતત ચાલી રહી છે. પરંતુ તેમની જગ્યાએ એક બીજા કેરેક્ટરનું રિપ્લેસમેન્ટ શૉમાં જોવા મળી શકે છે. સ્પોર્ટ બોયના રિપોર્ટ પ્રમાણે સોનું ઉર્ફે સોનાલિકા ભિડેનું કેરેક્ટર શૉમાં પરત ફરી શકે છે. પહેલા સોનુંનો રોલ નિધી ભાનુશાલી ભજવતી હતી. પરંતુ હવે મેકર્સ દ્વારા નવા ચહેરાને શૉમાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે.

સોનુના રોલ માટે નિધી ભાનુશાલીની જગ્યાએ પલક સિધવાની નિભાવી શકે છે. પલક અત્યાર સુધી ઘણી ટીવી એડ અને શોર્ટ્સ ફિલ્મમાં ભાગ લઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, નિધીએ પોતાના સ્ટડીના કારણે શૉને વચ્ચેથી છોડી દિધો હતો. હાલ નિધી મુંબઈની મીઠીબાઈ કોલેજમાં B.A.ની ડિગ્રી મેળવી રહી છે.

આ પણ વાંચો: Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

તારક મહેતાના આગામી સ્લોટમાં દેખાડવામાં આવ્યું છે કે પોતાની પુત્રી સોનુંને સરપ્રાઈઝ આપવા માટે આત્મારામ ભિડે અને તેમની પત્ની માધવી કોલેજ પહોંચવાના છે અને બીજી તરફ સોનુએ ટપ્પુ સેના સાથે ફોન પર વાત કરી જણાવ્યું કે તે માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માટે આવી રહી છે. ટપ્પૂ સેના પરેશાન છે કે આખરે આત્મારામ ભિડે અને માધવીને કઈ રીતે સોનૂ પાસે જવાથી રોકે. પલકે આગામી એપિસોડની શૂટિંગ પૂરી કરી લીધી છે અને ત્યાર બાદ શૉમાં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે પલક સોનૂના કેરેક્ટરને પલક કેટલો ન્યાય આપી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK