Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આઉટ ઑફ લવ માત્ર વેબ-સિરીઝ નથી મૅરેજ-લાઇફને જોવાનો એક દૃષ્ટિકોણ પણ છે

આઉટ ઑફ લવ માત્ર વેબ-સિરીઝ નથી મૅરેજ-લાઇફને જોવાનો એક દૃષ્ટિકોણ પણ છે

18 November, 2019 11:36 AM IST | Mumbai

આઉટ ઑફ લવ માત્ર વેબ-સિરીઝ નથી મૅરેજ-લાઇફને જોવાનો એક દૃષ્ટિકોણ પણ છે

આઉટ ઑફ લવનું પોસ્ટર

આઉટ ઑફ લવનું પોસ્ટર


બાવીસમી નવેમ્બરે હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી વેબ-સિરીઝ ‘આઉટ ઑફ લવ’માં એક્સ્ટ્રામૅરિટલ રિલેશનશિપને દર્શાવવામાં આવી છે. આ વેબ-સિરીઝ માત્ર એન્ટરટેઇનમેન્ટ જ નથી, પણ મૅરેજ-લાઇફને જોવાનો એક દૃષ્ટિકોણ પણ પૂરો પાડે છે એવો દાવો વેબ-સિરીઝ પ્રોડ્યુસર બીબીસી સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે. સિરીઝ ડૉક્ટર મીરા કપૂરની લાઇફ પર આધારિત છે. મીરાની લાઇફમાં કોઈ કમી નથી, કોઈ તકલીફ નથી અને કોઈ પ્રૉબ્લેમ પણ નથી. સુખી જીવન પસાર થઈ રહ્યું છે. હસબન્ડ અને બાળકો સાથે જીવી રહેલી મીરા પોતાની જાતને જગતની સૌથી સુખી વાઇફ માને છે, પણ એક વખત તેને ખબર પડે છે કે તેના હસબન્ડને અફેર છે અને તે એ છોકરીને પણ ખૂબ ચાહે છે. એની જાણ થયા પછી હવે મીરાની લાઇફ નરક બની ગઈ છે. કરવું શું હવે? હસબન્ડની આ વાત સામે આંખ આડા કાન કરી દેવા કે વાત ભૂલી જવી કે હસબન્ડને માફ કરી દેવો કે પછી લડી લેવું?
સિરીઝના ડિરેક્ટર એજાઝ ખાન કહે છે, ‘કેટલીક વાતો અજાણી રહે એમાં જ સુખ હોય છે. મીરાને બધી ખબર પડ્યા પછી એ જ થાય છે કે આના કરતાં તેણે ક્યારેય આ દિશામાં પગ ન મૂક્યો હોત તો સારું હોત, ભ્રમ વચ્ચે તે આખી લાઇફ પસાર કરી શકી હોત.’
‘આઉટ ઑફ લવ’માં રસિકા દુગ્ગલ અને પૂરબ કોહલી સાથે સોની રાઝદાન, હર્ષ છાયા, અંજન શ્રીવાસ્તવ જેવાં જાણીતાં કલાકારો પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 11:36 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK