આજે પૅરસાઇટ રીલિઝ થશે હિન્દીમાં એમેઝોન પ્રાઇમ પર

Published: Mar 27, 2020, 14:43 IST | Rashmin Shah | Rajkot

ઓસ્કાર વિનર ફિલ્મ ઉપરાંત તમિલ, તેલુગુ, મરાઠી અને પંજાબી ઇન્ડસ્ટ્રીની સુપરહીટ ફિલ્મ પણ પ્લેટફોર્મ પર આજથી આવશે

એમેઝોન પ્રાઇમ
એમેઝોન પ્રાઇમ

કોરોના વેકેશન માટે બધા ડિજિટલ પ્લેટફોર્મ ઓલરેડી સજ્જ થઈ ગયા છે ત્યારે એમેઝોન પ્રાઇમે આગવી રીતે પોતાની તૈયારી કરી છે. એમેઝોન અઢળક નવા શૉ લાવી રહ્યું છે પણ એ બધાની સાથે પ્રાઇમ વીડિયો પર ઓસ્કાર વિનિંગ કોરિયન ફિલ્મ ‘પૅરસાઇટ્’ રીલિઝ થઈ રહી છે. હિન્દી ડબ આ ફિલ્મ પહેલી વખત નેશનલ લૅન્ગવેજમાં આવશે. આ અગાઉ ‘પેૅરસાઇટ’ ભારતમાં રીલિઝ થઈ હતી પણ એ સમયે માત્ર અંગ્રેજી સબટાઇટલ સાથે થઈ હતી. ‘પૅરસાઇટ’ ઉપરાંત પણ એમેઝોન પ્રાઇમ પર મલયાલમ, તમિલ, તેલુગુ અને પંજાબી સુપરહીટ ફિલ્મ પણ હિન્દી ડબમાં રીલિઝ કરવામાં આવશે તો કોરોના વેકેશનને ધ્યાનમાં રાખીને બાળકો માટેનું એક ખાસ સેકશન પણ એમેઝોન પ્રાઇમ શરૂ કરવા જઈ રહ્યું છે.

એમેઝોન પ્રાઇમ આ વીકથી વીકમાં બે વાર નવા અપડેટ આપશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK