ઓપરેશન MBBS બનશે દેશની પહેલી ઇન્સ્ટા-સિરીઝ

Updated: Feb 13, 2020, 14:06 IST | Rajkot

હા, ઇન્સ્ટાગ્રામ પર પણ હવે યુટ્યુબની જેમ એપિસોડ જોઈ શકાશે અને એની શરૂઆત આ વેબ સિરીઝથી થવાની છે

રાજકોટ : ઇન્સ્ટાગ્રામની ઓળખાણ આપવાની જરૂર નથી. ફેસબૂકથી કંટાળેલો સોશ્યલ મીડિયા ધારક હવે આ પ્લેટફોર્મ પર વધારે સમય પસાર કરે છે. મોટાભાગે ફોટોગ્રાફ્સ અને નાના વિડિયો આધારિત ઇન્સ્ટાગ્રામ પર હવે વેબ સિરીઝ આવવાની છે, જેનું ટાઇટલ છે ‘ઓપરેશન MBBS’.

‘ઓપરેશન MBBS’ નેચરલી એના નામ મુજબ જ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલી છે. મેડિકલ કોલેજમાં ભણતાં સ્ટુડન્ટ્સની લાઇફ કેવી છે અને એ સ્ટુડન્ટ્સ કેવી રીતે પોતાના એજ્યુકેશન વચ્ચે પણ જીવન જીવતાં શીખે છે એની વાત કરતી ‘ઓપરેશન MBBS’માં ત્રણ ફ્રેન્ડની વાત કરવામાં આવી છે. ન્યુકમર એવા આ ત્રણ ફ્રેન્ડ એકબીજાની લાઇફમાં આવે છે અને બધી તકલીફો વચ્ચે તે મેડિકલ એજ્યુકેશન પૂરું કરીને બહાર આવે છે. આ વેબ સિરીઝ ડાયસ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે તો સાથોસાથ યુટ્યુબ પર પણ જોવા મળશે.

‘ઓપરેશન MBBS’ બનાવવાનો વિચાર પહેલાં એમેઝોન પ્રાઇમને આપવામાં આવ્યો હતો પણ ક્રિએટિવ ચર્ચા દરમ્યાન વેબ સિરીઝનો મૂળ વિચાર છોડી દેવો પડે એવી પરિસ્થિતિ સર્જાતા પ્રોડકશન હાઉસ ઇન્સ્ટાગ્રામ માટે આ વેબ સિરીઝને ડિઝાઇન કરી. ઓપન પ્લેટફોર્મ પર આવનારી આ વેબસિરીઝનું પ્રોડકશન કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મની વેબ સિરીઝના સ્તરનું જ રાખવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK