રેમો ડિસોઝાનું કહેવું છે કે તેની બીમારીમાંથી તે એક વસ્તુ શીખ્યો છે કે આપણી પાસે એક જ લાઇફ છે. રેમોને હાલમાં જ કાર્ડિઍક પ્રૉબ્લેમ થયો હતો અને તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તે હવે સારો છે અને તેને છુટ્ટી પણ આપી દેવામાં આવી હતી. આ વિશે વાત કરતાં રેમોએ કહ્યું હતું કે ‘૨૦૨૦ પૂરું થયું છે અને ૨૦૨૧નો સમય જીતવા માટે તૈયાર છીએ. હું એક લેસન શીખ્યો છું કે આપણી પાસે ફક્ત એક જ લાઇફ છે. એથી એકમેકને પ્રેમ કરો. નફરતથી દૂર રહો. હું ફરી એક વાર ઍન્જલ્સના સપોર્ટ અને ડૉક્ટર્સની ટ્રીટમેન્ટ માટે આભાર માનું છું. મારી મમ્મી, બહેન, ભાઈ, મારા ફ્રેન્ડ્સ અને મારા દીકરા અને મારી સૅન્ટા ક્લૉઝ લિઝેલનો હું આભાર માનું છું. લવ યુ.’
Remo D'Souza Discharged: રેમો ડિ'સૂઝાને મળી હોસ્પિટલમાંથી રજા, શૅર કર્યો વીડિયો
19th December, 2020 09:42 ISTરેમો તારા ઇનોવેટિવ મૂવ્ઝ દેખાડવા માટે જલદી પાછો આવી જા: મનોજ બાજપાઈ
15th December, 2020 14:52 ISTસર્જરીથી રિકવર થયા બાદ Remo D’souzaએ હોસ્પિટલમાં કર્યો ડાન્સ, વીડિયો વાઈરલ
15th December, 2020 13:15 ISTકોરિયોગ્રાફર રેમો ડિ'સોઝાને આવ્યો હાર્ટ અટેક,કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ
11th December, 2020 17:14 IST