શા માટે ઐશ્વર્યા રાયે રજનીકાંતની સરખામણી કરી સસરા અમિતાભ સાથે? જાણો અહીં

Published: May 16, 2020, 16:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સાઉથના સુપરસ્ટાર અને બોલીવુડના બિગ બીની એક જુના ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કરી હતી સરખામણી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને સાઉથના સુપરસ્ટર રજનીકાંત છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મ 'રોબોટ'માં સાથે જોવા મળ્યા હતા. બન્ને વચ્ચેના ઉંમરની ગેપને લીધે શરૂઆતમાં પ્રેમિ પંખીડા તરીકે થોડુક અજુગતુ લાગયુ હતું પણ દર્શકોએ તેમની જોડીની પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ અભીનેત્રીના એક જુના ઈન્ટરવ્યુની ચર્ચા થઈ રહી છે જેમા તેણે રજનીકાંતની સરખામણી સસરા અમિતાભ બચ્ચન સાથે કરી હતી.

ડીએનએમાં છપાયેલા એક ઈન્ટરવ્યુ મુજબ, રજની સર માર પા (અમિતાભ બચ્ચન) જેવા છે. એકદમ પ્રોફેશનલ અને નમ્ર વ્યક્તિ છે. ઉંમરનું કોઈ પરિબળ નથી. શરીર સાથે પણ કંઈ જ લાગતુ વળગતુ નથી. બન્ને મહાન કલાકારો છે. એટલે જ તેઓ પ્રેક્ષકોને આકર્ષે છે. રજની સરની નમ્રતા શીખવા જેવી છે.

આ જ ઈન્ટવ્યુમાં ઐશ્વર્યાએ રોબોટ ફિલ્મના તેના પાત્રની વાત કરી હતી તેણે કહ્યું હતું કે, બોલીવુડમાં કામ નથી મળતું એટલે નહીં પરંતુ ફિલ્મની સ્ક્રિપટ તેને બહુ પસંદ પડી હતી એટલે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઐશ્વર્યા છેલ્લે અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે 'ફન્ને ખાન'મા જોવા મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK