Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહના બર્થ-ડે નિમિત્તે તેની ફૅન ક્લબે ડોનેટ કર્યાં કમ્પ્યુટર્સ

રણવીર સિંહના બર્થ-ડે નિમિત્તે તેની ફૅન ક્લબે ડોનેટ કર્યાં કમ્પ્યુટર્સ

06 July, 2020 12:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહના બર્થ-ડે નિમિત્તે તેની ફૅન ક્લબે ડોનેટ કર્યાં કમ્પ્યુટર્સ

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહના‍ આજે બર્થ-ડેના અવસરે તેની ફૅન ક્લબે જરૂરતમંદ બાળકોને ભણાવતી સ્કૂલને કમ્પ્યુટર્સ ડોનેટ કર્યાં છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સિકંદારી ગામમાં આવેલી સ્કૂલને કમ્પ્યુટર્સ આપવાની સાથે જ સ્કૂલની દીવાલને કલર કરવામાં આવશે. સાથે જ બાળકો માટે ઇન્ડોર ગેમ્સ પણ આપવામાં આવશે. 2015થી ઍક્ટિવ આ ફૅન ક્લબ દર વર્ષે પોતાના આ ફેવરિટ સ્ટારના બર્થ-ડેમાં જરૂરતમંદોને મદદ કરે છે. હાલમાં તેમણે રણવીર ગ્રામ પ્રોગ્રામ શરૂ કર્યો છે. એ વિશે આ ફૅન ક્લબ સાથે જોડાયેલા અથર્વ ખેંડેકરે કહ્યું હતું કે ‘તમે જેમ જાણો છો એમ રણવીરની ફૅન ક્લબ હંમેશાંથી જરૂરતમંદ લોકો અને બાળકોની મદદ કરે છે. આ વખતે અમે ગ્રામીણ વિસ્તારમાં રહેતાં એવાં બાળકોની મદદ કરવા માગીએ છીએ જેમને હાઈ ક્લાસ એજ્યુકેશન નથી મળી શકતું. એમાંનાં કેટલાંક બાળકો માટે તો મૂળભૂત શિક્ષણ મેળવવું પણ એક સપના સમાન હોય છે. અમને ગર્વ છે કે અમે બે બેઝિક કમ્પ્યુટર સિસ્ટમ અને ઇન્ડોર ગેમ્સ આપીશું. કમ્પ્યુટર મળતાં આ બાળકોમાં સ્કૂલમાં જવાનો ગજબનો જોશ છે. આ પ્રોજેક્ટ માટે કુલ 30 હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એમાંથી 15 હજારનાં બે કમ્પ્યુટર લેવામાં આવ્યાં છે. 10 હજારમાંથી સ્કૂલની દીવાલને કલર કરવામાં આવશે અને 5 હજાર રૂપિયાથી બાળકો માટે ઇન્ડોર ગેમ્સ લેવામાં આવશે. એથી તમે પણ આગળ આવો અને તમારી ક્ષમતા પ્રમાણે ડોનેટ કરીને દેશના ભવિષ્યને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવો.’


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK