Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનના ગુરુ છે પિતા, ગુરુ પૂર્ણિમાના અવસરે શૅર કરી તસવીર

અમિતાભ બચ્ચનના ગુરુ છે પિતા, ગુરુ પૂર્ણિમાના અવસરે શૅર કરી તસવીર

05 July, 2020 11:52 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિતાભ બચ્ચનના ગુરુ છે પિતા, ગુરુ પૂર્ણિમાના અવસરે શૅર કરી તસવીર

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


આજે વ્યાસ પુજા પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાં છે. આજના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણિમાના અવસરે વિદ્યાર્થીઓ ગુરુને યાદ કરીને શુભેચ્છા આપે છે. બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આજે તેમના ગુરુને યાદ કરીને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપી છે. બીગ બીના ગુરુ બીજું કોઈ નહીં પણ પિતા હરિવંશ રાય બચ્ચન છે.

અમિતાભ બચ્ચને પિતા હરિવંશ રાય બચ્ચન સાથેની જુની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને કૅપ્શનમાં કબીરદાસની પંક્તિ લખી છે. જેનો અર્થ સમજાવતા તેમણે લખ્યું છે કે, ગુરુપૂર્ણિમાના શુભ અવસર પર, ચરણ સ્પર્શ, નમન, આપણા ગુરુ દેવ ગુરુ પરમ...પરમ પૂજ્ય પિતા જી. કબીરદાસે સત્ય કહ્યું છે કે, જો ભગવાન નારાજ થઇ જાય તો ગુરુનો સહારો રહે છે પરંતુ ગુરુ નારાજ થાય ત્યારે કોઈ સહારો રહેતો નથી, કોઈ રસ્તો બચતો નથી. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ વગર સંસ્કાર નથી, સંસ્કાર વગર આચરણ નથી. આચરણ વગર આદર નથી, આદર વગર મનુષ્યતા નથી. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમા પર મારા ગુરુજીના ચરણોમાં પણ કોટી કોટી નમન.



 
 
 
View this post on Instagram

“कबीरा ते नर अँध है, गुरु को कहते और। हरि रूठे गुरु ठौर है, गुरु रूठे नहीं ठौर॥” ~ गुरुपूर्णिमा के शुभ अवसर पर , चरण स्पर्श ,शत शत नमन , अपने गुरु देव गुरु परम .. परम पूज्य बाबू जी ? poet Kabir says , that individual is blinded if he doth ignore or show no belief in the guru ; for if the Lord be upset, then doth the Guru give solace , but when the Guru be upset then there be no comforting solace, no other path .. कबीरदास जी ने सत्य ही कहा है कि यदि परमात्मा रूठ जाए तो गुरु का आश्रय रहता है परंतु गुरु के उपरांत कोई ठौर नहीं रहता। गुरु के बिना ज्ञान नही - ज्ञान के बिना संस्कृति नही꫰ without the guru , there be no knowledge ; without knowledge there be no sacrament ; संस्कृति के बिना संस्कार नही - संस्कार के बिना आचरण नही꫰ without sacrament there be no culture ; without culture there be no conduct ; आचरण के बिना आदर नही -आदर के बिना मनुष्यता नही꫰ without conduct there be no respect ; without respect there be no humanness ; greetings on guru purnima .. my deference on the feet of my guru .. गुरु पूर्णिमा के शुभ अवसर पर सबको हार्दिक शुभकामनाएं !!! आज गुरु पूर्णिमा पर मेरे गुरु जी के चरणों में भी कोटि-कोटि नमन।????

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onJul 4, 2020 at 9:01pm PDT


બીગ બીએ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપતી અન્ય એક પોસ્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે, ગુરુ પૂર્ણિમાની શુભકામના એ દરેકને જેમણે જિંદગીના પાઠ શીખવ્યા, માતા અને પિતા.


 
 
 
View this post on Instagram

Greetings on Guru Purnima .. to them that gave us the teachings of our lives .. Ma .. Babuji ???

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onJul 4, 2020 at 11:51am PDT

અમિતાભ બચ્ચનની પોસ્ટ પર અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, આહના કુમરા સહિત અનેક સેલેબ્સે અમિતાભ બચ્ચનને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2020 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK