કુણાલ સલુજાનું કહેવું છે કે તે સેટ પર દરેક માટે પંજાબી ટ્યુટર તરીકે પણ કામ કરતો હતો. સોની પર ૨૨ ફેબ્રુઆરીથી આવી રહેલી ‘સરગમ કી સાડેસાતી’માં તે અપારશક્તિ અવસ્થીનું પાત્ર ભજવી રહ્યો છે. આ શો સરગમનું પાત્ર ભજવનાર અંજલિ તત્રારીની આસપાસ ફરતો હોય છે, જેનો આંકડો સાડેસાત સાથે કનેક્શન હોય છે. તેનાં લગ્ન એવા ઘરમાં થાય છે જેમાં સાડાસાત પુરુષ હોય છે અને તે એકલી મહિલા હોય છે. સેટ પર લોકોને પંજાબી શીખવવા વિશે કુણાલ સલુજાએ કહ્યું હતું કે ‘આ શો ગાઝિયાબાદ પર આધારિત છે અને એ દિલ્હીના આઉટસ્કર્ટ્સમાં આવેલું છે. આથી લોકો દિલ્હીની કૉમન લૅન્ગ્વેજ શીખવા માટે તત્પર છે જે પંજાબી છે. સેટ પર બ્રેક દરમ્યાન અમે બધા સાથે મળીને મજાકમસ્તી કરતાં હોઈએ છીએ. તેમ જ અમે એકબીજાને કોઈ નવી વસ્તુ પણ શીખવીએ છીએ. આ શોની ટીમ પંજાબી શીખવા માટે ખૂબ જ ઉત્સુક હતી એથી હું તેમના માટે ટ્યુટર બની ગયો છું. તેમને પંજાબી બેઝિક શીખવીને મને ખુશી મળી છે.’
Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
28th February, 2021 17:20 ISTકંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28th February, 2021 15:44 ISTબૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્નવી કપૂર
28th February, 2021 15:42 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 IST