અક્ષય સાથે થતી ફિલ્મોની ક્લેશ પર સલમાને આપ્યું નિવેદન, કહી આ મોટી વાત...

Published: Dec 28, 2019, 19:28 IST | Mumbai Desk

'મુજસે શાદી કરોગી' અને 'જાનેમન' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા અક્ષય કુમાર અને સલમાન ખાન વર્ષ 2020માં ઇદના અવસરે સામ-સામે હશે. જ્યાં સલમાન ખાનની ફિલ્મ 'રાધે' રિલીઝ હશે તો અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ' રિલીઝ થવા જઈ રહી છે.

'મુજસે શાદી કરોગી' અને 'જાનેમન' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા અક્ષય કુમાર અને સલમાન ખાન વર્ષ 2020માં ઈદના અવસરે સામ-સામે હશે. જ્યાં સલમાન ખાનની ફિલ્મ 'રાધે' રિલીઝ થશે તો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય આ ફિલ્મમાં એક ટ્રાન્સઝેન્ડરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. બન્ને સુપરસ્ટાર્સની ફિલ્મો ઈદના અવસરે રિલીઝ થતાં ચાહકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળે છે.

સલમાને તાજેતરમાં જ આ ફિલ્મના ક્લેશ વિશે વાત કરી. તેમણે કહ્યું, "હું આશા રાખું છું કે અક્ષયની સૌથી મોટી હિટ સાબિત થાય. મેં અક્ષય સાથે કામ કર્યું છે અને તે મારો સારો ફ્રેન્ડ છે અને હું હંમેશા બેસ્ટ વિશિસ આપવા માગીશ. આ કહેવું કે મારી ફિલ્મ સારી કમાણી કરે અને તેની ફિલ્મ ન કરે, આ યોગ્ય બાબત નથી. અમે આવતાં વર્ષે ઇદના અવસરે પાછાં આવી રહ્યા છીએ અને હું આશા રાખું છું કે તેની ફિલ્મ સારું કરે અને અમારાથી સારું પ્રદર્શન કરશે. હું તેમને શુભેચ્છાઓ આપવા માગું છું. મને લાગે છે કે દરેક ફિલ્મે સારું કરવું જોઇએ."

સલમાને આ સિવાય અક્ષયની ફિલ્મ ગુડ ન્યૂઝ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, "આ ફિલ્મની રિપોર્ટ સારી છે. કાલે હું કેટલાક લોકો સાથે મળ્યો હતો, તેમણે અક્ષયની ફિલ્મ ગુડ ન્યૂઝ જોઈ છે. હું અક્ષય માટે ખૂબ જ ખુશ છું. દરેક ફિલ્મે સારું કરવું જોઇએ, પછી તે અક્ષયની હોય કે શાહરુખ ખાનની, કારણકે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું છે."

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

સલમાન અને અક્ષયની ફિલ્મમાં થઈ રહી છે ટક્કર
નોંધનીય છે કે સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને રિલીઝ થયે એક અઠવાડિયો થઈ ગયો છે. આ ફિલ્મે આશા પ્રમાણે સારું પ્રદર્શન નથી કર્યું, જેના ઘણાં કારણો છે. પણ સલમાનના સ્ટારડમથી લેસ દબંગ 3 હજી પણ પોતાની ગતિથી આગળ વધી રહી છે પણ તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષયની ગુડ ન્યૂઝથી દબંગ 3ને સારી એવી ટક્કર મળવાની આશા દર્શાવવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK