Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આ લાઠીદાવ કરતાં દાદીની મદદ માટે આગળ આવ્યા 'સોનૂ સૂદ', કરશે આ કામ

આ લાઠીદાવ કરતાં દાદીની મદદ માટે આગળ આવ્યા 'સોનૂ સૂદ', કરશે આ કામ

24 July, 2020 08:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ લાઠીદાવ કરતાં દાદીની મદદ માટે આગળ આવ્યા 'સોનૂ સૂદ', કરશે આ કામ

સોનૂ સૂદ

સોનૂ સૂદ


થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં આ દાદી સાડી પહેરીને રસ્તા પર લાઠી ફેરવતી નજર આવી રહી છે.

આ વૃદ્ધ મહિલા બન્ને હાથથી લાઠી ફેરવી રહી છે. એમને જોઈને એવું લાગે છે કે તેઓ ટ્રેનિંગ મેળવેલ લાઠીદાવ કરનારા છે. વીડિયોનાં અંતમાં આ મહિલા ઈશારો કરીને લોકો પાસેથી મદદની માંગ કરી રહી છે. શુક્રવારે થયેલા આ વાઈરલ વીડિયો પર એક્ટર સોનૂ સૂદની નજર પડી ગઈ.




સોનૂએ શૂટર દાદી ચન્દ્રો તોમરના ટ્વિટને રી-ટ્વિટ કરતા આ વૃદ્ધ મહિલાને મદદ કરવાની જાહેરાત કરી છે. સોનૂએ આ વીડિયોને શૅર કરતા લખ્યું કે, શું મને આમની ડિટેલ્સ મળી શકે છે. એમની સાથે મળીને એક નાની ટ્રેનિંગ સ્કૂલ ખોલવા માંગુ છું. જ્યાં તેઓ દેશની મહિલાઓની આત્મરક્ષણની ટ્રેનિંગ આપી શકાય.


ગરીબોના મસીહા બની ગયેલા સોનૂ સૂદનું આ ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોનૂના ફૅન્સ તેના સારા હેતુ માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે.

અગાઉ આ વૃદ્ધ મહિલાની મદદ માટે બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ પણ આગળ આવી ચૂક્યા છે. રિતેશે એક ટ્વિટમાં તેમના વિશે માહિતી માંગી હતી, જ્યારે અન્ય એક ટ્વિટમાં તેમણે માહિતી આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો.

દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં સોનૂ સૂદ પરપ્રાંતિય કામદારોના મસીહા બની ગયા છે. સોનૂએ હજારો પરપ્રાંતોને બસ, ટ્રેન અને વિમાન દ્વારા તેમના ઘર સુધી પહોંચાડ્યા છે. હાલ સોનૂ સૂદ વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં વ્યસ્ત છે. ગુરુવારે સોનૂએ કિર્ગીસ્તાનમાં ફસાયેલા 135 વિદ્યાર્થીઓને પાછા બોલાવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK