ઓજસ રાવલને આ એક્ટર્સ સાથે ફરી કરવું છે કામ

Published: Aug 24, 2019, 12:20 IST | મુંબઈ

ઓજસ રાવલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કોમેડી માટે જાણીતા છે. ફેન્સ તેમને સ્ક્રીન પર જોવા માટે આતુર રહે છે. એટલું જ નહીં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે પણ તેઓ એટલા જ લોકપ્રિય છે.

Image Courteys: Ojas Rawal Facebook
Image Courteys: Ojas Rawal Facebook

ઓજસ રાવલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કોમેડી માટે જાણીતા છે. ફેન્સ તેમને સ્ક્રીન પર જોવા માટે આતુર રહે છે. એટલું જ નહીં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે પણ તેઓ એટલા જ લોકપ્રિય છે. કેટલાક દિવસો પહેલા જ તેમની ફિલ્મ ચાસણી રિલીઝ થઈ છે. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે ઓજસ રાવલે તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે એક્ટર્સ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઓજસ રાવલ પોતાની કરિયરમાં ઘણી ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરીયલ 'લેડીઝ સ્પેશિયલ'માં કામ કરી ચૂક્યા છે. જો કે તેઓ પોતાના બે ફેવરિટ એક્ટર સાથે કામ કરવા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. અને એક્ટર ઓજસ રાવલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ઈચ્છા વ્યક્ત કરી છે. ઓજસ રાવલે ફેસબુક પર પ્રતીક ગાંધી અને ભરત ચાવડા સાથેની સેલ્ફી શૅર કરી છે. જેની સાથે તેમણે લખ્યું છે,'મોસ્ટ બિલવ્ડ સેલ્ફી એવર. આના પરથી ધ્યાન હટતું જ નથી. 'તંબુરો' બાદ મારા થોર અને લોકી ઉર્ફે પ્રતીક ગાંધી અને ભરત ચાવડા સાથે લાંબા સમયે મુલાકાત થઈ. કોઈ આ ત્રણેયને ફરી સાથે કાસ્ટ કરો.'

આ સેલ્ફી ત્રણેય એક્ટર્સે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયર દરમિયાન લીધી છે.

આ પણ વાંચોઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ 

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ 'તંબુરો'માં આ પ્રતીક ગાંધી, ઓજસ રાવલ અને ભરત ચાવડાએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે જાણીતા બોલીવુડ એક્ટર મનોજ જોશી, જયેશ મોરે, હેમાંગ દવે સહિતના કલાકારો હતા. આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી. જે બાદ ઓજસ રાવલ પ્રતીક ગાંધી સાથે વેન્ટિલેટર અને ભરત ચાવડા સાથે તારી માટે વન્સ મોર જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. જો કે આ ત્રણેય એક્ટર્સ એક સાથે નથી દેખાયા. ત્યારે ઓજસ રાવલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ત્રણેય એક્ટર્સને સાથે કાસ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK