ઑફિશ્યલ સીઈઓગીરીની ત્રીજી સીઝન આવી રહી છે

Updated: Jan 22, 2020, 15:20 IST | Parth Dave | Ahmedabad

સુમિત વ્યાસ, ગોપાલ દત્ત, આહના કુમરા, ઈશા ચોપડા અને પ્રણય મનચંદા સહિતના વેબ-વર્લ્ડના કલાકારો ડિજિટલ પ્લૅટફૉર્મ અરે (Arre) પર ફરી એક વાર સાથે

ઑફિશ્યલ સીઈઓગીરી
ઑફિશ્યલ સીઈઓગીરી

વેબ-સિરીઝ અને ખાસ તો શૉર્ટ વાઇરલ વિડ‌િયો બનાવવા માટે જાણીતા ઑનલાઇન પ્લૅટફૉર્મ અરે (Arre)ની જાણીતી સિરીઝ ‘ઑફિશ્યલ સીઈઓગીરી’ની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

૨૦૧૬માં અરેની આ સિરીઝની પહેલી સીઝન ‘ઑફિશ્યલ ચુક્યાગીરી’ આવી હતી, જેમાં સ્પંદન ચુક્યા (જે પાત્ર વિકી કૌશલના ભાઈ સની કૌશલે ભજવ્યું હતું) નામના એક યુવાનની વાત હતી જે મુંબઈમાં પોતાના સપનાંઓ પૂરાં કરવા માટે દોડી રહ્યો હતો. ડિજિટલ-વર્લ્ડમાં સારા રિસ્પૉન્સ બાદ તેની બીજી સીઝન બની જેનું નામ રાખવામાં આવ્યું, ‘ઑફિશ્યલ સીઈઓગીરી’. પહેલી સીઝનમાં જે માત્ર એક એપિસોડમાં દેખાયો હતો તે ડિજિટલ-દુનિયાના સ્ટાર સુમિત વ્યાસે બીજી સીઝનમાં સીઈઓનું લીડ પાત્ર પ્લે કર્યું. હવે આવી રહેલી ત્રીજી સીઝનમાં પણ સુમિત વ્યાસ મુખ્ય પાત્ર ભજવશે.

આ પણ વાંચો : શૂટિંગના પહેલા દિવસે જ સલમાનને હતી ખબર કે ફ્લોપ થશે આ ફિલ્મ, બિગ બૉસમાં કર્યો ખુલાસો

પહેલી અને બીજી સીઝનના પ્રોડ્યુસર અમૃતપાલ સિંહ બિન્દ્રા અને આનંદ તિવારી દ્વારા નિર્મિત ‘ઑફિશ્યલ સીઈઓગીરી’ની ત્રીજી સીઝનમાં આહના કુમરા, ગોપાલ દત્ત, સની કૌશલ અને આનંદ તિવારી સહિતના કલાકારોનાં મૂળ પાત્રો તો હશે જ સાથે જે બીજી સીઝનમાં ઇન્ટ્રોડ્યુસ કરાયા હતા તે ‘નો વન કિલ્ડ જેસિકા’ અને ‘નીરજા’માં દેખાયેલી ઈશા ચોપડા તથા TVFના ‘આમ આદમી ફૅમિલી’ સહિતની વેબ-સિરીઝમાં દેખાયેલા પ્રણય મનચંદાનાં પાત્રો પણ કન્ટિન્યુ કરાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK