પાતાલ લોકના એક સીનની વિરુદ્ધમાં હ્યુમન રાઇટ્સે મોકલી અનુષ્કાને નોટિસ
અનુષ્કા શર્મા
તાજેતરમાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘પાતાલ લોક’ના એક સીનમાં ગોરખા સમુદાયની લાગણીને દુભાવવા બદલ નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશને અનુષ્કા શર્માને નોટિસ મોકલી છે. ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી આ વેબ-સિરીઝને અનુષ્કાએ પ્રોડ્યુસ કરી છે. ઑલ અરુણાચલ પ્રદેશ ગોરખા યુથ અસોસિએશન મુજબ ગોરખા સમુદાયને અપમાનિત કરવામાં આવ્યો છે. એથી એની ફરિયાદ નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને કરવાની સાથે અનુષ્કા શર્મા વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે. જોકે હજી સુધી અનુષ્કા વતી કોઈ નિવેદન આવ્યું નથી.