Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Notebookનું ટ્રેલર રિલીઝ, કાશ્મીરની એક અસામાન્ય લવસ્ટોરી

Notebookનું ટ્રેલર રિલીઝ, કાશ્મીરની એક અસામાન્ય લવસ્ટોરી

22 February, 2019 08:16 PM IST |

Notebookનું ટ્રેલર રિલીઝ, કાશ્મીરની એક અસામાન્ય લવસ્ટોરી

પ્રનૂતન અને ઝહીર ઈકબાલ સાથે ટ્રેલર લૉન્ચ દરમિયાન સલમાન ખાન

પ્રનૂતન અને ઝહીર ઈકબાલ સાથે ટ્રેલર લૉન્ચ દરમિયાન સલમાન ખાન


સલમાન ખાનના પ્રોડક્શન અંતર્ગત બનેલી લવસ્ટોરી ડ્રામા ફિલ્મ નોટબુકનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મ નોટબુક કાશ્મીર પર બેઝ્ડ છે. જેમાં 2 શિક્ષકો વચ્ચે થતા પ્રેમની સ્ટોરી છે. આ ફિલ્મમાં નૂતનની પૌત્રી પ્રાનૂતન બહલ ડેબ્યુ કરી રહી છે, તો લીડ મેલ એક્ટર ઝહીર ઈકબાલ છે.

ફિલ્મનું ટ્રેલર દર્શાવે છે કે એક સ્કૂલ ટીચરને એવી યુવતી ગમે છે, જે સ્કૂલમાં તેમના પહેલા શિક્ષિકા હતી. તેમણે ન તો ક્યારે તે છોકરીને જોઈ છે, ન તો તેમનો અવાજ સાંભળ્યો છે. પણ લગ્ન થવાને કારણે તેને સ્કૂલ છોડવી પડી છે. ધીમે ધીમે જેમ હીરોને આ યુવતી વિશે ખબર પડે છે, તેમ તેમ તેને તેની સાથે પ્રેમ તઈ જાય છે. બાદમાં બંને વચ્ચે એક નોટબુક દ્વારા વાતચીત શરૂ થાય છે. કાશ્મીરના બેકગ્રાઉન્ડ પર આધારિત આ લવસ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ છે. આ લવસ્ટોરીમાં સ્કૂલના બાળકોની પણ મહત્વની ભૂમિકા છે.



જુઓ ટ્રેલર


નોટબુક એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે. સલમાન ખાન, મુરાદ ખેતાની અને અશ્વિન વર્દેએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જે 29 માર્ચે રિલીઝ થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વણસી રહ્યા છે. ત્યારે નોટબુક પણ પાકિસ્તાનમાં રિલીઝ નથી થવાની. સાથે જ ફિલ્મ નોટબુકમાંથી આતિફ અસલમનું ગીત પણ હટાવી દેવાયું છે.


આ પણ વાંચોઃ માત્ર 16 વર્ષની ઉંમરે નૂતન બન્યા હતા મિસ ઈન્ડિયા, જુઓ રૅર ફોટોઝ

 

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 08:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK