Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઇકો-ફ્રેન્ડ્લી બનવાની માત્ર વાતો નહીં, બાળકોને ટિપ્સ આપશે સોની BBC અર્થ

ઇકો-ફ્રેન્ડ્લી બનવાની માત્ર વાતો નહીં, બાળકોને ટિપ્સ આપશે સોની BBC અર્થ

07 February, 2020 06:23 PM IST | Mumbai Desk

ઇકો-ફ્રેન્ડ્લી બનવાની માત્ર વાતો નહીં, બાળકોને ટિપ્સ આપશે સોની BBC અર્થ

ઇકો-ફ્રેન્ડ્લી બનવાની માત્ર વાતો નહીં, બાળકોને ટિપ્સ આપશે સોની BBC અર્થ


સોની બીબીસી અર્થ ચૅનલના પૉપ્યુલર શો ‘ફીલ અલાઇવ અવર્સ’ પોતાની ત્રીજી સીઝન સાથે ફરી એક વાર આવી છે જેમાં આ વર્ષે મુંબઈની ૭પ સહિત બૅન્ગલોર, દિલ્હી જેવાં પાંચ શહેરોની ૩૦૦ સ્કૂલોને આવરી લેવામાં આવશે અને આ આખા કાર્યક્રમમાં અંદાજે ૫૦,૦૦૦ સ્ટુડન્ટ્સને કનેક્ટ કરી નેચરની વધારે નજીક લઈ જવાનું કામ કરશે. બીબીસી દ્વારા કરવામાં આવેલા એક રીસર્ચમાં માણસ કઈ રીતે ખુશ રહે અને તેને ખુશ રાખવા માટે કુદરત સાથે કઈ રીતે જોડવો એ વિચારમાંથી ‘ફીલ અલાઇવ અવર્સ’ શો ડિઝાઇન થયો હતો.

દર વર્ષે ‘ફીલ અલાઇવ અવર્સ’માં અલગ-અલગ થીમ રાખવામાં આવે છે. આ સીઝનમાં ઇકો-ફ્રેન્ડ્લી બનવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં સ્ટુડન્ટ્સને ઇકો-ફ્રેન્ડ્લી ન બનવાના ગેરલાભ પણ વર્ણવવામાં આવશે તો સાથોસાથ ઇકો-ફ્રેન્ડ્લી બનવાના લાભ પણ દાર્શનિક ઉદાહરણો સાથે દર્શાવવામાં આવશે તો પ્લાસ્ટિક બૉટલોનો રીયુઝ કરીને શું થઈ શકે અને એ કેવી રીતે બનાવી શકાય એ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. પ્લાસ્ટિકની ખાલી બૉટલમાંથી કુંડાં અને બર્ડ-ફીડર્સ સહિતની ચાલીસથી વધુ આઇટમ બની શકે એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.



‘ફીલ અલાઇવ અવર્સ’માં વિજ્ઞાનના પ્રયોગો, રોમાંચક ક્વિઝ, પર્યાવરણ અને ફન સાયન્સ, નિસર્ગ, સાહસ, સંશોધન, ઉત્પાદન, સંસ્કૃતિ, ફિટનેસ જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. મુંબઈની રાયન ઇન્ટરનૅશનલ સ્કૂલ, જેબીસીએન, આરબીકે ગ્લોબલ સ્કૂલ, સેન્ટ સ્ટેનિસ્લોસ હાઈ સ્કૂલ, આર્ય વિદ્યા મંદિર, સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલ જેવી સ્કૂલ્સ ‘ફીલ અલાઇવ અવર્સ’ માણી ચૂકી છે તો અન્ય સ્કૂલનો સમાવેશ હવે થશે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 06:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK