સ્ટ્રીટ ડાન્સર 3Dમાં નોરા ફતેહીની પોનીટેઇલ માટે ખર્ચવામાં આવ્યા 2.5 લાખ
નોરા ફતેહી
‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં નોરા ફતેહીની પોનીટેઇલ માટે અઢી લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોય એવી ચર્ચા છે. આ પોનીટેઇલમાં પાંચસો ગ્રામ ખરા વાળનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એના વિશે નોરા ફતેહીએ કહ્યું હતું કે ‘દુબઈમાં આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મારા માટે પોનીટેઇલ બનાવવામાં આવી હતી. મેં અને (હેર અને મેકઅપ એક્સપર્ટ) માર્સેલોને મૅન્યુફૅક્ચર મળી ગયો જે મારી પસંગ પ્રમાણે પોનીટેઇલ બનાવી આપે. અમને લાંબી અને જાડી પોનીટેઇલ જોઈતી હતી જેથી શ્રદ્ધા કપૂર સાથે સ્પર્ધામાં ઊતરી શકું. ડાન્સ કરતી વખતે આ પોનીટેઇલ પહેરવી ખૂબ અઘરું હતું. આમ છતાં મારા અદ્ભુત લુક માટે મેં એને સરળતાથી પહેરી રાખી હતી. સાથે જ મારી ઇચ્છા હતી કે ફિલ્મ દરમ્યાન મારા લુકમાં વિવિધતા આવે.’