બોલીવુડ (Bollywood Diva) દિવા અને એક્ટ્રેસ (Actress Nora Fatehi) નોરા ફતેહી હાલ સોની ટીવીના શૉ 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જજની ભૂમિકા ભજવતી જોવા મળે છે. તાજેતરમાં જ શૉનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શૉના એક અન્ય જજ અને કોરિયોગ્રાફસ ટેરેંસ લુઇસ તેમના બૅક પૉર્શન પર હાથ મારતા જોવા મળે છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ટેરેન્સને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને 12 સપ્ટેમ્બરના ચેનલ પર ટેલિકાસ્ટ થયેલા શૉનો કહેવામાં આવી રહ્યો છે. જેમાં વેટરન એક્ટર શત્રૂઘ્ન સિન્હા પત્ની પૂનમ સિન્હા સાથે મહેમાન બનીને આવ્યા હતા. દરમિયાન જ્યારે શૉના ત્રણેય જજ તેમનો આભાર માનવા માટે નીચા નમી રહ્યા હતા ત્યારે ટેરેન્સે નોરાના નિતંબ પર હાથ અડાડ્યો હતો. જો કે ત્યારે નોરા એકદમ નોર્મલ હતી અને તેણે કંઇપણ રિએક્ટટ કર્યું નહીં.
મલાઇકાને સ્થાને જજ કરી રહી છે નોરા
આ શૉમાં નોરા ફતેહીની એન્ટ્રી શૉની જજ મલાઇકા અરોરાના કોરોના સંક્રમિત થયા પછી થઇ હતી. તેમની જગ્યાએ નોરાનો શૉમાં ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ સાથે જજની ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી હતી. શરૂઆતમાં નોરાને માત્ર બે એપિસોડ શૂટ કરવા માટે જ સાઇન કરવામાં આવી હતી, પણ કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ મલાઇકાના આરામ કરવાને કારણે નોરાનું કૉન્ટ્રૅક્ટ હજી થોડાંક દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે.
#NoraFatehi Ass slapped by #TerranceLewis
— Nandini Idnani (@idnani_nandini) September 26, 2020
What a nonsense never thought expected from him#SonyTv #BollywoodCleanup pic.twitter.com/iyECt1mI74
સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા ગુસ્સે
વીડિયોમાં ટેરેન્સને નોરા સાથે અયોગ્ય કૃત્ય કરતા જોઇ સોશિયલ મીડિયા યૂઝર્સનો ગુસ્સો તેમના પર વધી ગયો છે અને તે ટ્રોલ થવા લાગ્યા છે. કેટલાય યૂઝર્સે કહ્યું કે આ જ બોલીવુડનો ચહેરો. કેટલાકે કહ્યું ટેરેન્સ પાસેથી આવી આશા નહોતી. તો કેટલાકે કહ્યું કે ટેરેન્સે તેને નીચે નમવા માટે ઇશારો આપવા કદાચ આવું કર્યું હશે.
આ યૂઝરે લખ્યું, "પહેલા મેં વિચાર્યું કે ભૂલથી પણ થઈ શકે છે... પણ જો ભૂલથૂ તમારો હાથ કોઇને લાગે તો તરત પ્રતિક્રિયામાં તમે સૉરી કહો છો. પણ એવું થયું નહીં."
નોરા ફતેહીને કરીનાનાં દીકરા તૈમુર સાથે લગ્ન કરવા છે
9th January, 2021 16:29 ISTકરોડો દિલની ધડકન નોરા ફતેહીને આ સ્ટાર કિડ સાથે કરવા છે લગ્ન, જાણો કોણ છે
8th January, 2021 13:53 ISTગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?
8th November, 2020 16:54 ISTઅક્ષય કુમાર સહિત બેલ બૉટમમાં કામ કરશે નોરા ફતેહી? જાણો હકીકત
6th November, 2020 14:47 IST