પરિણીતી ચોપડાને રિપ્લેસ કરી હવે ફિલ્મમાં અજય દેવગન સાથે દેખાશે નોરા ફતેહી....

Published: Jan 04, 2020, 18:53 IST | Mumbai Desk

પોતાની આગામી ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં અજય દેવગન સાથે દેખાવાની છે. આ ફિલ્મમાં નોરાએ પરિણીતિ ચોપડાને રિપ્લેસ કરી છે

પોતાના ડાન્સ અને અદાઓથી લાખો લોકોને દીવાનો કરનારી નોરા ફતેહી ટૂંક સમયમાં જ વરુણ ધવન સાથે સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં દેખાવાની છે. ખબર એ છે કે નોરા ફતેહી આના પછી ટૂંક સમયમાં જ પોતાની આગામી ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં અજય દેવગન સાથે દેખાવાની છે. આ ફિલ્મમાં નોરાએ પરિણીતિ ચોપડાને રિપ્લેસ કરી છે.

અભિષેક દુધૈયા ટૂંક સમયમાં જ 1971 ઇન્ડો-પાક વૉર બૅકડ્રૉપ પર આધારિત એક સ્ટોરી ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, રાના દગ્ગૂબતી અને એમી વિર્ક જેવા કેટલાય સ્ટાર્ટ દેખાવાના છે. ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં પહેલા પરિણીતિ ચોપડા પણ એક મુક્ય પાત્ર ભજવતી દેખાવાની હતી. પરિણીતિને પોતાના બીજા પ્રૉડેક્ટમાં વ્યસ્ત હોવાને કારણે ઇચ્છા ન હોવા છતાં બૅકઆઉટ કરવું પડ્યું છે.

 
 
 
View this post on Instagram

♻️

A post shared by Parineeti Chopra (@parineetichopra) onJul 26, 2019 at 5:39am PDT

પરિણીતિના ફિલ્મમાં જવા બાદ નોરા ફતેહીને તેની જગ્યાએ સાઈન કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં નોરા એક સ્પાઇનું પાત્ર ભજવવાની છે, જેની માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે નોરા ફતેહી 12 જાન્યુઆરી પચી આ ફિલ્મની શૂટિંગ શરૂ કરવાની છે. ફિલ્મનું આ શેડ્યૂલ લગભગ 15 દિવસનું હશે. ફિલ્મને 14 ઑગસ્ટ 2020માં રિલીઝ કરવામાં આવશે.

 
 
 
View this post on Instagram

🌼🌼

A post shared by Nora Fatehi (@norafatehi) onJan 3, 2020 at 10:10pm PST

જણાવીએ કે નોરા ફતેહીએ ઓછા સમયમાં જ પોતાના સારા આઇટન સૉન્ગ દ્વારા બોલીવુડમાં પૉપ્યુલારિટી મેળવી લીધી છે. સ્ટ્રીટ ડાન્સર 3ડી એવી પહેલી ફિલ્મ છે જેમાં નોરા અભિનય કરતી દેખાશે. આ ફિલ્મનું ગીત ગર્મી તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે, જે કેટલાક દિવસોથી ટ્રેંડમાં છે. આ ગીતમાં નોરા ફતેહી અને વરુણ ધવનનો ખૂબ જ બોલ્ડ અને સુંદર જાન્સ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

સ્ટ્રીટ ડાન્સર 3ડી રેમો ડિસૂઝા દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભૂ દેવા અને નોરા ફતેહી સિવાય કેટલાય સારા ડાન્સર પણ દેખાવાના છે. આ ફિલ્મને 24 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK