Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક્તા કપૂર ખરા અર્થમાં છે એન્ટરટેઈનમેન્ટની ક્વીન

એક્તા કપૂર ખરા અર્થમાં છે એન્ટરટેઈનમેન્ટની ક્વીન

22 September, 2019 06:38 PM IST | મુંબઈ

એક્તા કપૂર ખરા અર્થમાં છે એન્ટરટેઈનમેન્ટની ક્વીન

એક્તા કપૂર ખરા અર્થમાં છે એન્ટરટેઈનમેન્ટની ક્વીન


પ્રોડ્યુસર એક્તા કપૂર ખરા અર્થમાં એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડની ક્વીન સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ એક્તા કપૂરના બાલાજી પ્રોડક્શને 25 વર્ષ પૂરા કર્યા છે. આ જ 25 વર્ષ પર એક્તા કપૂરને તેમના ફેન્સે અને દર્શકોએ મોટી ભેટ આપી છે. બાલાજી ટેલિફિલ્મ્સના ઓટીટી કન્ટેન્ટ પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજીએ 20 મિલિયન પેઈડ સબસ્ક્રાઈબર્સ પૂરા કર્યા છે. આ સાથે જ ટેલિવિઝન, ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર એક્તા કપૂરનો જલવો દેકાઈ રહ્યો છે.

એક્તા કપૂર હાલ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં અજેય લાગી રહી છે. બાલાજી ટેલિફિલ્મ્સના ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજીના દર્શકો ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં દર્શકો વધી રહ્યા છે. કન્ટેન્ટ ક્વીન એક્તા કપૂર મનોરંજનના ત્રણેય ફોર્મેટ પર રાજ કરી રહી છે. ટેલિવિઝનથી લઈને ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રોડ્યુસર તરીકે શાનદાર કન્ટેન્ટ સાથે દર્શકોનું મનોરંજન કરી રહી છે. એક્તા કપૂરે તાજેતરમાં જ જી5 સાથે શો બનાવવા માટે ટાય અપ કર્યું છે.



હાલ એક્તા કપૂર મનોરંજનની દુનિયામાં આગળના તબકકા પર ધ્યાન આપી રહી છે. તેમનું ધ્યેય ઓવર ધી ટોપ કન્ટેન્ટ બનાવવાનું અને આ કન્ટેન્ટને લોકો સુધી પહોંચાડવાનું છે. બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ ડિરેક્ટર એક્તા કપૂર દર્શકોની નાડ પારખવામાં સફળ રહી છે. એક્તા કપૂરના ડેયલી સોપ નાગીન, કસૌટી ઝિંદગી કી, યે હૈ મહોબ્બતેં, પણ દર્શકોને ગમી રહ્યા છે. એક વ્યક્તિ દરેક પ્લેટફોર્મ પર સફળ થાય તેવું હાલ તો માત્ર એક્તા કપૂર જ કરી રહી છે.


આ પણ વાંચોઃ અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

ટીવી સિરિયલ્સ, ફિલ્મો અને વેબ શો સિરીઝ સાથે કોઈ એવી સ્ક્રીન નથી, જ્યાં એક્તા કપૂર સફળ ન થયા હોય. હાલ તો એક્તા કપૂર દરેક પ્લેટફોર્મ પર પોતાની સફળતાનો જલવો બતાવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 06:38 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK