Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીના જન્મ બાદ હવે કોઈ ફિલ્મો ઑફર નથી કરતું : નેહા ધુપિયા

દીકરીના જન્મ બાદ હવે કોઈ ફિલ્મો ઑફર નથી કરતું : નેહા ધુપિયા

23 November, 2019 02:27 PM IST | Mumbai

દીકરીના જન્મ બાદ હવે કોઈ ફિલ્મો ઑફર નથી કરતું : નેહા ધુપિયા

નેહા ધુપીયા તેના પરિવાર સાથે

નેહા ધુપીયા તેના પરિવાર સાથે


નેહા ધુપિયાનું કહેવું છે કે દીકરીના જન્મ બાદ તેને ફિલ્મોની ઑફર નથી મળી રહી. તેણે છેલ્લે તુમ્હારી સુલુમાં કામ કર્યું હતું. એના માટે તો તેને અવૉર્ડ પણ મળ્યો હતો. તેનું એમ પણ માનવું છે કે ઇન્ડસ્ટ્રી દ્વારા તેના તરફ દુર્લક્ષ કરવામાં આવતું હતું. આ વિશે વધુ જણાવતાં નેહાએ કહ્યું હતું કે સૌપ્રથમ તો મારું માનવું છે કે તમને કામ મળે એની રાહ ન જોવી જોઈએ. આપણા સૌની પાસે આપણું એક પ્લૅટફૉર્મ છે. સાથે જ આપણી શૉપ્સ પણ છે.

બીજી વાત એ કે જ્યારે તમે મમ્મી બનો છો. હા, એ એક અવધારણા છે. પ્રેગ્નન્સી પહેલાં મેં તુમ્હારી સુલુમાં કામ કર્યું હતું અને એના માટે મને અવૉર્ડ પણ મળ્યો હતો. આમ છતાં જ્યાં સુધી ફિલ્મોની વાત છે તો મને પ્રેગ્નન્સી બાદ કોઈ કામ નહોતું મળ્યું. દીકરીને જન્મ આપ્યા બાદ મારી પાસે કોઈ કામની ઑફર નહોતી આવતી. હું હાલમાં વેબ-શો વિશે ચર્ચા કરી રહી છું. જોઈએ હવે આગળ શું થાય છે. હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે મારામાં કોઈ પણ પ્રકારની અસલામતી નહોતી. દીકરીને જન્મ આપ્યા બાદ જ મને બૉડી ઇમેજને લઈને સામનો કરવો પડ્યો હતો. હું એમ નથી કહેતી કે લોકોએ વજન ઘટાડવું જોઈએ, પર્ફેક્ટ દેખાવું એ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ વ્યાખ્યા ધરાવે છે.

આ પણ જુઓ : PHOTOS: જુઓ હેલનના બર્થ-ડે પર ખાન પરિવારનો અનોખો અંદાજ

જોકે જુદી-જુદી વસ્તુઓ સાથે મળીને માનસિકતા પર એકસામટી અસર કરે છે. મને હજી પણ યાદ છે કે જ્યારે એક ફીમેલ જર્નલિસ્ટે મારા વજન પર ઘસાતું લખ્યું હતું
, એને લઈને મને ખાસ્સી ટ્રોલ પણ કરવામાં આવી હતી. મેં તેને વળતો જવાબ આપ્યો હતો કે માતૃત્વ ધારણ કરેલી મહિલાના વધેલા વજન પર કમેન્ટ કરવું યોગ્ય ન ગણાય.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2019 02:27 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK