સુપર ટૅલન્ટેડ ગણાતી પરિણીતી હમણાં છે સાવ બેકાર

Published: 5th September, 2012 05:15 IST

તેની બધી ફિલ્મો કોઈ ને કોઈ કારણોસર અટકી ગઈ છે

pariniti-bekarપ્રિયંકા ચોપડાની કઝિન પરિણીતી ચોપડાએ ડિરેક્ટર મનીષ શર્માની ‘લેડીઝ વર્સસ રિકી બહલ’થી બૉલીવુડમાં આગમન કર્યું હતું. આ ફિલ્મમાં તેમ જ એના પછીની અજુર્ન કપૂર સાથેની હબીબ ફૈઝલની ‘ઇશકઝાદે’માં પરિણીતીની ઍક્ટિંગનાં બહુ વખાણ થયાં હતાં અને તેને વિવેચકો તેમ જ દર્શકોએ સુપર ટૅલન્ટેડ ગણાવી હતી. આના પરથી લાગતું હતું કે બૉલીવુડમાં પરિણીતીની ગાડી હવે દોડવા લાગશે, પણ ખબર પડી છે કે હાલમાં પરિણીતી પાસે એક પણ ફિલ્મ ન હોવાથી તે સાવ બેકાર છે.

હકીકતમાં પ્રિયંકા પાસે યશરાજ ફિલ્મ્સની ત્રણ ફિલ્મોની ડીલ હતી જેમાંથી તે બે ફિલ્મો ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ તેમ જ ‘ઇશકઝાદે’માં કામ કરી ચૂકી છે અને ત્રીજી ફિલ્મ બાકી છે, પણ આ ફિલ્મ વિશે હજી કોઈ જ જાહેરાત નથી થઈ. આ મુદ્દે વાત કરતાં યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘માનવામાં આવતું હતું કે પરિણીતીને ડિરેક્ટર અતુલ સભરવાલની યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનારી ‘ઔરંગઝેબ’માં અજુર્ન કપૂર સાથે સાઇન કરવામાં આવશે, પણ સર્જકોએ આ ફિલ્મની હિરોઇન તરીકે સલમા આગાની દીકરી સાશા આગાની પસંદગી કરી છે.’

પરિણીતીની સ્થગિત થઈ ગયેલી કરીઅર વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘ચર્ચા હતી કે તેને ડિરેક્ટર અભિનવ કશ્યપની ‘બેશરમ’માં રણબીર કપૂર સાથે સાઇન કરવાની હતી, પણ રણબીરે આ ફિલ્મ છોડી દેતાં હવે તેનું ભાવિ ડામાડોળ છે. આ સિવાય યશરાજ ફિલ્મ્સની મનીષ શર્માની શાહિદ કપૂર સાથેની ફિલ્મમાં પણ પરિણીતીને સાઇન કરવાનું આયોજન હતું, પણ આ ફિલ્મ મોડી પડતાં શાહિદે એને છોડી દેવાનો નિર્ણય લેતાં આ ફિલ્મ પણ અટવાઈ ગઈ છે. આ કારણે મોસ્ટ ટૅલન્ટેડ ગણાતી પરિણીતી પાસે હાલમાં કોઈ ફિલ્મ નથી.’

ફૅશન-શોમાં ગુમાવ્યું બૅલેન્સ

પરિણીતી હાલમાં બૉલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે તાજેતરમાં એક ફૅશન-શોમાં રૅમ્પ પર ચાલતી વખતે તે બૅલેન્સ ગુમાવી બેસતાં રૅમ્પ પર ગબડી પડી હતી. આ ઘટના વિશે વાત કરતાં ફૅશન-શોમાં હાજર રહેલી એક વ્યક્તિ કહે છે, ‘શબાના આઝમીના ફૅશન-શોમાં રૅમ્પ પર ચાલતી વખતે એક્ઝિટ તરફ જતી વખતે પરિણીતીનું બૅલેન્સ ન જળવાતાં તે ગબડી પડી હતી અને બેભાન જેવી થઈ ગઈ હતી. સદ્નસીબે પાસે ઊભેલા લોકોએ તેને પકડી લીધી હતી અને પાણી આપ્યું હતું, જે પીધા પછી તે સ્વસ્થ થઈ હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK